Pinned Tweet
Big things happen when people join hands!!
આજે ૧ હજાર થી વધારે બાળકો, ગ્રામ જનો, civil society volunteers, કર્મચારીઓ રવિવાર સવારે નારગોલ બીચ જોડાયા અને શ્રમદાન આપ્યું
કામગીરી સતત ચાલુ રહેશે જ્યાં સુધી નારગોલ બીચ દેશના સ્વચ્છતમ બીચમાં સમાવેશ નહીં થાય ✊🏼✊🏼
આભાર વલસાડ 🙏🏼🙏🏼
Collector Valsad retweeted
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના નેતૃત્વમાં છેલ્લાં 25 વર્ષમાં ગુજરાતના આદિજાતિ વિસ્તારોના વિકાસમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. 2007માં તેમણે શરૂ કરાવેલી વનબંધુ કલ્યાણ યોજના આદિજાતિઓના સર્વાંગી વિકાસમાં માઇલસ્ટોન બની છે.
જે વિસ્તારો એક સમયે પાકા રસ્તાની માંગણી કરતા હતા, ત્યાં આજે હાઇસ્પીડ કોરિડોરનો લાભ મળી રહ્યો છે. આરોગ્ય કેન્દ્રોથી લઈને આધુનિક હોસ્પિટલો અને સિકલ સેલ એનીમિયા સામેના વ્યાપક અભિયાનથી આરોગ્ય સુરક્ષા મજબૂત બની છે.
#JanjatiyaGauravDiwas
Collector Valsad retweeted
અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-૨ અને ફેઝ-૩ હેઠળ ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની સાઈટ પર જઈ અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી.
આ દરમિયાન સરદાર પટેલ એન્ક્લેવ કેનોપી સ્ટ્રક્ચર, ઇન્દિરા બ્રીજ પાસેની કામગીરી તેમજ કોતરપુર અને કરાઈ નજીક નર્મદા કેનાલ એસ્કેપ પાસે ચાલી રહેલા પ્રોજેક્ટ્સની પ્રગતિનું નિરીક્ષણ કર્યું.
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ કાંઠે અચેરથી પૂર્વ કાંઠે કેમ્પ સદર બજાર વચ્ચે ગુજરાતનો પ્રથમ ઓટોમેટિક કન્ટ્રોલ સિસ્ટમ આધારિત સિક્સ-લેન 'બેરેજ કમ બ્રીજ' નિર્માણાધીન છે, જેનાથી ગાંધીનગર તરફના રિવરફ્રન્ટમાં પણ પાણી ભરાયેલું રહેશે.
ફેઝ-૨ (ડફનાળાથી ઇન્દિરા બ્રીજ) અને ફેઝ-૩ (ઇન્દિરા બ્રીજથી નર્મદા મેઈન કેનાલ) પૂર્ણ થતાં બંને કાંઠે મળીને રિવરફ્રન્ટની કુલ લંબાઈ ૪૦ કિ.મી.ની થશે.
નવા વિકસી રહેલા રિવરફ્રન્ટ પર નાગરિકો માટે ગ્રીન ઝોન, અલગ-અલગ લેવલ પર વૃક્ષારોપણ અને સીટીંગ વ્યવસ્થા, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા તથા આર્ટ અને કલ્ચર જેવી અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.
આ તમામ પ્રકલ્પોની કામગીરી વધુ ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચન કર્યા.
Collector Valsad retweeted
વડનગરની પાવન ધરા પર લોકકલ્યાણ અર્થે આયોજિત 'વિશ્વશાંતિ મહાયજ્ઞ'માં સહભાગી થઈ યજ્ઞશાળાના દર્શન કરવાનો દિવ્ય અવસર પ્રાપ્ત થયો.
મૂળામ્નાય સર્વજ્ઞ શ્રી કાંચી કામકોટિ પીઠમના પીઠાધિપતિ પરમ પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીજીના દર્શન કરી આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
વેદમંત્રોના પાવન ઘોષ વચ્ચે પૂજ્ય શંકરાચાર્યજી સાથેનો સંવાદ અત્યંત પ્રેરક રહ્યો.
વડનગરના અધિષ્ઠાયક દેવ ભગવાન શ્રી હાટકેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી સૌ દેશવાસીઓની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.
પૂજ્ય શંકરાચાર્યજીના આશીર્વાદ દેશની અમૃતમય પ્રગતિના કારક બને તેવી પ્રાર્થના.
Collector Valsad retweeted
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ વિકાસ યોજનાઓ થકી આદિવાસી કલ્યાણનો નવો યુગ શરૂ કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
Collector Valsad retweeted
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જનજાતિય ગૌરવ દિવસના અવસરે છોટાઉદેપુર ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તેમજ પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવવંદના વ્યક્ત કરી હતી.
#JanjatiyaGauravDiwas
Collector Valsad retweeted
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ભગવાન બિરસા મુંડાની દિવ્ય ચેતનાને વંદન કરતા જણાવ્યું હતું કે આજનો દિવસ એક મહાન ક્રાંતિકારીની જન્મજયંતીની ઉજવણી સાથે દેશના ઇતિહાસમાં આદિવાસી સમાજના અદ્વિતીય યોગદાન, શૌર્ય અને સંસ્કૃતિની વંદના કરવાનો અવસર છે. તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાના નેતૃત્વમાં છેલ્લા 25 વર્ષમાં આદિજાતિ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક પરિવર્તન વિશે તેમજ આજે રાજ્યને મળેલ વિવિધ વિકાસ કામો વિશે સૌને માહિતગાર કરી, મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે વિકાસની નવી સંભાવનાઓને સાકાર કરવાની નેમ વ્યક્ત કરી હતી. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ સમાજને વિકાસની મુખ્ય ધારામાં જોડ્યા હોવાનું જણાવી, આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
#JanjatiyaGauravDiwas
Collector Valsad retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે આજે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણીનો કાર્યક્રમ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે ₹2283 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ આદિવાસી બાહુલ્ય ધરાવતા રાજ્યના 14 જિલ્લાઓમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી સરળતાથી લોકો સુધી પહોંચે તે હેતુથી 'શબરી બુથ' તથા આદિવાસી વિસ્તારોના સ્થાનિક અને પરંપરાગત વ્યંજનો અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા 'જોહર કેફે'નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી દ્વારા આ ઉપરાંત વન અધિકાર, આવાસ, કુંવરબાઈનું મામેરું, મહિલા દૂધાળા પશુ યોજના સહિતની યોજનાઓ હેઠળ 27,900થી વધુ લાભાર્થીઓને લાભ અર્પણ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે આદિજાતિ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, વિકાસ કાર્યો અને પ્રકલ્પોની માહિતી આપતી વિશેષ પ્રદર્શનીનું ઉદઘાટન તેમજ 6 મીની ફાયર ટેન્ડરના વાહનોને ફ્લેગ-ઓફ કરાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
#JanjatiyaGauravDiwas
Collector Valsad retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-2 અને ફેઝ-3ના વિવિધ પ્રકલ્પોની સ્થળ મુલાકાત કરીને સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યમંત્રીશ્રીએ પશ્ચિમ કિનારે અચેરથી પૂર્વ કાંઠે કેમ્પ સદર બજાર વચ્ચે છ લેનનો બેરેજ કમ બ્રીજ, સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 અંતર્ગત સરદાર પટેલ એન્ક્લેવ કેનોપી સ્ટ્રક્ચર, કોટેશ્વર મહાદેવ મંદિર પાછળ અને ઇન્દિરા બ્રીજની નીચેના વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3 અંતર્ગત સાબરમતીના પશ્ચિમ છેડા તરફ કોતરપુર સામે અને પૂર્વ તરફ કરાઈ નજીક નર્મદા કેનાલ એસ્કેપ પાસે કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કરીને સંબંધિત ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા હાથ ધરી હતી તેમજ ઝડપી કામગીરી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ઓળખ બનેલ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ફેઝ-2 અને ફેઝ-3ની કામગીરી પૂર્ણ થતાં બંને કાંઠે થઈને કુલ 40 કિ.મી. લંબાઈના સાકાર થનાર ભવ્ય રિવરફ્રન્ટ ખાતે ઓટોમેટિક કન્ટ્રોલ સિસ્ટમ સંચાલિત સિક્સ લેન બેરેજ કમ બ્રિજ, ગ્રીન ઝોન, સુંદર લેન્ડસ્કેપિંગ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ-કલ્ચર અને આધુનિક સુવિધાઓ થકી પર્યાવરણ અને પ્રવાસનનું સંગમસ્થળ બની રહેશે.
Collector Valsad retweeted
શાબાશ ગુજરાત..!
‘અનંત અનાદિ વડનગર’ બન્યું ગુજરાતના વૈશ્વિક ગૌરવનું પ્રતીક..!
ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પુરાતત્વીય સ્થાપત્યોની અદભુત વિરાસત ધરાવતા વડનગર સ્થિત ‘અનંત અનાદિ વડનગર’ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમને જર્મનીના બર્લિન ખાતે પ્રાપ્ત થયો પ્રતિષ્ઠિત ‘રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026’. વડનગરનું સંગ્રહાલય આ સર્વોચ્ચ સન્માન મેળવનાર ભારતનું પ્રથમ તેમજ સ્મૃતિવન બાદ આ સિદ્ધિ મેળવનાર ગુજરાતનું બીજું મ્યુઝિયમ બનેલ છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ વિઝનને સાકાર કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પુરાતત્વીય વિરાસત સાથે વિકાસની વૈશ્વિક ડગર કંડારતું ગુજરાત આજે મોસ્ટ પ્રિફર્ડ આર્કિયોલોજિકલ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિશ્વ સમક્ષ નવી ઓળખ પ્રાપ્ત કરી રહ્યું છે.
#શાબાશ_ગુજરાત
#VadnagarWinsRedDot
Collector Valsad retweeted
40 કિ.મી. લાંબો રિવરફ્રન્ટ વિકસિત ગુજરાતની ભવ્યતાનું પ્રતીક બનશે...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-2 અને ફેઝ-3ના વિવિધ પ્રકલ્પોની સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી; કામગીરી સમયમર્યાદામાં અને ઝડપથી પૂર્ણ થાય તે માટે અધિકારીશ્રીઓને આપ્યું જરૂરી માર્ગદર્શન...
📌 ગુજરાતનો પ્રથમ ઓટોમેટિક બેરેજ કમ બ્રિજ : 6-લેનનો આધુનિક બ્રિજ જે ઓટોમેટિક કન્ટ્રોલ સિસ્ટમથી સંચાલિત થશે...
📌 ગાંધીનગર તરફ કાયમી પાણીનો સંગ્રહ : 3.5 મીટર ઊંચાઈના સ્પેશ્યલાઈઝ્ડ એર ફિલ્ડ રબર ટાઈપ બેરેજથી રિવરફ્રન્ટમાં બારેમાસ પાણી ભરાયેલું રહેશે...
📌 ગ્રીન ઝોન અને હરિયાળી : નદીના બંને કાંઠે ગ્રીન ઝોન અને અલગ-અલગ લેવલ પર ભવ્ય વૃક્ષોનું વાવેતર...
📌 નાગરિકો માટે આધુનિક જનસુવિધાઓ : ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ-કલ્ચર અને બેસવા માટે આકર્ષક સિટિંગ વ્યવસ્થા...
#SabarmatiRiverfront
Collector Valsad retweeted
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ વિકાસલક્ષી પહેલ થકી આદિવાસી બાંધવોના જીવનમાં પરિવર્તન આણતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
વલસાડ જિલ્લામાં જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અન્વયે માન. પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પારડી ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયેલ જેમાં અગ્રગણ્ય નાગરિકો /મહાનુભાવો જોડાયા હતા.@CMOGuj @revenuegujarat @InfoValsadGoG
વલસાડના નાનાપોંઢા ખાતે માન.નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે'જનજાતીય ગૌરવ દિવસ'ની ભવ્ય ઉજવણી.
1
14
2,286
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે માન.નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વલસાડના નાનાપોંઢા ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો.
વલસાડ જિલ્લામાં તા.૧૩થી ૧૮ નવેમ્બર સુધી ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની થશે ઉજવણી.જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬ની ઉજવણી અંગે કલેકટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કાર્યક્રમની માહિતી આપવામાં આવી.@CMOGuj @revenuegujarat @InfoValsadGoG
Collector Valsad retweeted
નાનાપોંઢામાં ૧૫ હજાર લોકોની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે, ૯૦૦ મીટરની શોભાયાત્રા નીકળશે
૯,૧૪૬ લાભાર્થીઓને ૮૮૬ હેક્ટર જંગલ જમીન અને રૂ. ૨૬.૩૫ કરોડથી વધુની સહાયનું વિતરણ કરાશે
કલગામ એકલવ્ય સ્કૂલ માટે રૂ. ૯૨.૯૬ કરોડનું ખાતમુહૂર્ત કરાશે
Collector Valsad retweeted
વલસાડ જિલ્લામાં તા. ૧૩થી ૧૮ નવેમ્બર સુધી ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી થશે, તા. ૧૫મીએ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે
----
જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬ની ઉજવણી અંગે જિલ્લા કલેકટર નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
----
Collector Valsad retweeted
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સુખ-શાંતિ-સમૃદ્ધિનો દીપક પ્રગટાવતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
Collector Valsad retweeted
LIVE: અમદાવાદ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા આવાસોનો ડ્રો કાર્યક્રમ. teapawt.net/i/broadcasts/2YRENozqV…
Collector Valsad retweeted
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ઈસ્કોન જંક્શનથી સાણંદ ફ્લાયઓવર સુધીના નવનિર્મિત એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નૂતન વર્ષના આરંભ પૂર્વે ખુલ્લો મુકાયેલો આ 6-લેન એલિવેટેડ કોરિડોરથી અમદાવાદના નાગરિકો માટે ટ્રાફિક પ્રવાહ સુગમ બનશે, ઈંધણની મોટી બચત થશે તેમજ મુસાફરી વધુ સુરક્ષિત બનશે.
























































