CMO Gujarat (@CMOGuj) header
CMO Gujarat (@CMOGuj) profile picture

Official account of the Chief Minister's Office, Government of Gujarat

Gandhinagar, India
Joined August 2016
Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં તા.31 ઓક્ટોબર, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે ઉજવાશે દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા પ્રત્યેના સમર્પણને ઉજવતું મહાપર્વ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’. 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની પરિકલ્પના સાકાર કરતી આ ગૌરવમય ઉજવણી દરમિયાન યોજાનાર ભવ્ય એકતા પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશની વિવિધતા દર્શાવતા ટેબ્લો ઉપરાંત નેશનલ સ્કુલ ઓફ ડ્રામા દ્વારા પ્રસ્તુત થનાર દેશની અમર ગાથા રજૂ કરતા ભવ્ય નાટક ‘આનંદ મઠ’ જેવા અનેકવિધ કાર્યક્રમો થકી એકતાનગર બનશે રાષ્ટ્રીય ગૌરવનું કેન્દ્ર. આવો, આ રાષ્ટ્રીય મહાપર્વને દેશની આકાશે આંબતી એકતાનું સ્મરણપર્વ બનાવીએ, દેશ પ્રત્યેના ગૌરવ અને ગરિમાને ઉજાળીએ. #RashtriyaEktaDiwas2026
1
7
9
2,369
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રગતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિનો સંગમ ધરાવતા વિવિધ આકર્ષણોના વિકાસ થકી વિશ્વમાં 'ટુરિઝમ હબ' તરીકે અંકિત થયેલ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
8
1
9
2,798
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈનીએ આજે ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. હરિયાણાના મુખ્યમંત્રીશ્રી તેમજ હરિયાણા સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રીશ્રી તેમના પ્રતિનિધિ મંડળ સાથે Happening Haryana 2.0 - Invest in Haryana, Invest in the Future' અંતર્ગત ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા છે. હરિયાણાના મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એપ્રીલ-2027માં હરિયાણામાં યોજાનારી બિઝનેસ સમિટમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પાઠવ્યું હતું.
1
39
1
137
5,494
સરદાર સાહેબના સાનિધ્યમાં, પ્રકૃતિના ખોળે, ભારતની એકતાને ઉજાગર કરતો પથ એટલે આગામી તા.31 ઓક્ટોબર - ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એકતાનગર ખાતે લોકાર્પિત થનાર ‘ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’. પ્રકૃતિ અને સંસ્કૃતિનો અદભૂત સંગમ ધરાવતો 2.62 કિલોમીટરનો થીમેટિક શિલ્પ-સ્થાપત્યો પ્રદર્શિત કરતો આ અનોખો વનમાર્ગ ભારતની ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ રોમાંચક ઇકો-ટ્રેઇલ પર ડગ માંડીને પ્રાકૃતિક સુંદરતા સાથે રાષ્ટ્રીય એકતાના ગૌરવનો અનુભવ કરવા જરૂર પધારો. @souindia
3
26
2
50
4,273
વિકાસની નવી દિશા, હરિત ઊર્જાનો સંકલ્પ અને સમૃદ્ધિના સોનેરી સ્વપ્નને સાકાર કરતું બનાસકાંઠા આજે લખી રહ્યું છે ગોબરમાંથી સમૃદ્ધિની હરિત ક્રાંતિનું પ્રેરણાદાયી પ્રકરણ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના દૂરંદેશી વિઝનને સાકાર કરવાની દિશામાં બનાસકાંઠાનો બાયોગેસ પ્રોજેક્ટ એક સીમાચિહ્નરૂપ પહેલ બની રહ્યો છે. દૈનિક 340 ટન છાણનું પ્રોસેસિંગ, આધુનિક બાયોગેસ પ્લાન્ટ્સની સ્થાપના અને ખેડૂતોને આર્થિક વળતર આપવાની વ્યવસ્થા પશુપાલનને સમૃદ્ધિ સાથે જોડે છે. માનનીય વડાપ્રધાનશ્રીના વરદ્હસ્તે આગામી તા.30 ઓક્ટોબરના રોજ લોકાર્પિત થનાર બનાસ ડેરીની આ પહેલ માત્ર સ્વચ્છ ઊર્જાનું ઉત્પાદન નથી, પરંતુ ગ્રામ્ય અર્થતંત્રને નવી ગતિ આપતી, પર્યાવરણનું સંરક્ષણ કરતી અને ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરતી સર્વાંગી વિકાસયાત્રા છે. ગોબરમાંથી ગેસ, કચરામાંથી કંચન અને ગ્રામ્ય જીવનમાં સમૃદ્ધિ - આ જ છે પ્રકૃતિ સાથે પ્રગતિનો સેતુ સાધી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરતી હરિત ક્રાંતિની સાચી ઓળખ..!
3
20
3
42
3,720
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સુચારુ જળ વ્યવસ્થાપન થકી જળ સમૃદ્ધ બનેલ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
26
1
39
4,280
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આયોજિત નર્મદા કંટ્રોલ ઓથોરિટીની રિવ્યુ કમિટિ (RCNCA)ની 15મી બેઠકમાં સહભાગી થયા હતા. નર્મદાના જળનો મહત્તમ ઉપયોગ જનહિતમાં થાય, રાજ્યો વચ્ચે સહયોગ વધે અને દેશના સર્વાંગી વિકાસને વેગ મળે તે દિશામાં મહત્વપૂર્ણ આ બેઠકમાં નર્મદા યોજનાના સહભાગી રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. અગાઉની જુલાઈ-26માં યોજાયેલી બેઠકમાં થયેલા મેમોરેન્ડમ ઓફ એગ્રીમન્ટને સહભાગી રાજ્યોએ આ બેઠકમાં અનુમોદન આપ્યુ હતું. આ સાથે, નર્મદા સંબંધિત લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે પરસ્પર સમજણ, સહમતી અને સંકલનને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ નેતૃત્વ અને માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકારી સંઘવાદની ભાવનાને વધુ બળ મળ્યું છે ત્યારે ગુજરાત સહિત ચારેય સંબંધિત રાજ્યોના ખેડૂતોની સમૃદ્ધિ, જનકલ્યાણ અને પ્રાદેશિક વિકાસની જીવનરેખા નર્મદા સંબંધિત બાકી રહેલા અન્ય મુદ્દાઓનું નિરાકરણ પણ ભવિષ્યમાં સંવાદ, પરસ્પર સમજણ અને સહકાર દ્વારા લાવવા માટે સકારાત્મક અભિગમ આ બેઠકમાં અપનાવવામાં આવ્યો છે.
4
45
1
103
10,095
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંપૂર્ણ સંવેદનશીલતા સાથે આપદાના સમયે હરહંમેશ ધરતીપુત્રોની પડખે ઉભા રહેતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
30
1
45
8,098
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે રૂચિલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે મહર્ષિ વાલ્મિકીજીની જયંતી નિમિત્તે આયોજિત મહોત્સવમાં રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તથા અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે વાલ્મિકી સમાજના શ્રેષ્ઠીઓ, પ્રતિભાવાન વિધાર્થીઓ અને સંતો-મહંતોનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે આદિકવિ મહર્ષિ વાલ્મિકીજીને વંદન કરવા સાથે જણાવ્યું હતું કે, આજનો દિવસ મહર્ષિના વિચારોને જીવનમાં ઉતારવાનો, સમાજમાં સમરસતાને મજબૂત કરવાનો અને દરેક વ્યક્તિને સન્માન, સમાનતા અને વિકાસની તક મળે તેવા સંકલ્પને પુનઃ દોહરાવવાનો દિવસ છે. તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રત્યેક વર્ગના નાગરિકોના કલ્યાણ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ સૌને સંસ્કાર કેળવવા, શિક્ષિત બનવા અને વ્યસનથી દૂર રહેવા જેવા ત્રણ સંકલ્પોને જીવનમાં અપનાવવા અનુરોધ કરી, સશક્ત સમાજના નિર્માણ થકી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
4
22
40
6,747
LIVE: અમદાવાદ ખાતે રૂચિલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહર્ષિ વાલ્મિકી ઋષિની જન્મજયંતી નિમિત્તે આયોજિત સન્માન કાર્યક્રમમાં સહભાગી થતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. teapawt.net/i/broadcasts/1AxRnZDWk…
4
17
1
30
5,323
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઓછા અને વિલંબિત વરસાદ ધરાવતા રાજ્યના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો ખેડૂતો અને પશુપાલકોના હિતમાં સંવેદનશીલ નિર્ણય. “માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ખેડૂતો અને પશુપાલકોના વિશાળ હિતને હંમેશા પ્રાથમિકતા આપે છે. ભૂતકાળમાં પણ ખેડૂતોની મુશ્કેલી સમયે સરકાર પડખે ઉભી રહી છે. વર્તમાન સ્થિતિમાં સંપૂર્ણ સંવેદનશીલતા સાથે ખેડૂતોની સાથે છે અને ભવિષ્યમાં પણ ખેડૂતો-પશુપાલકોની આપત્તિના કોઈપણ સમયે જે મદદ સહાય કરવી પડે તે માટે પુરેપુરી પ્રતિબદ્ધ છે” : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
5
25
45
4,707
LIVE: રાજ્યમાં વિલંબિત અને ઓછા વરસાદ સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ. teapawt.net/i/broadcasts/1PKqrNMkz…
15
32
5
69
15,702
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શહેરોને વધુ સુવિધાસભર, સ્વચ્છ, હરિયાળાં અને ફ્યુચર રેડી બનાવવા કટિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
6
26
2
46
8,084
વિકાસની નવી ઊંચાઈ, પ્રવાસનની નવી ઓળખ અને આનંદની નવી સહેલ..! માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં પ્રવાસનના વૈશ્વિક સોપાનો સર કરતું એકતાનગર લઈને આવ્યું છે એક નવું નઝરાણું - ‘એકતા ક્રૂઝ’..! સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ભવ્યતાની સાક્ષીએ નર્મદા નદીમાં વિહાર કરાવતી ₹16 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક નવી ‘એકતા ક્રૂઝ' 600 મુસાફરોની ક્ષમતા, આધુનિક સેફ્ટી સિસ્ટમ, આરામદાયક બેઠક અને સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા ધરાવે છે. નર્મદાની લહેરો પર આનંદ અને આતિથ્યનો અવિસ્મરણીય અનુભવ માણવા એકતાનગર જરૂર પધારો. @souindia
3
26
35
4,211
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સુરત ખાતે મહાનગરપાલિકાના, સુરત શહેરી વિકાસ સત્તા મંડળ તેમજ સુરત જિલ્લા વહીવટી તંત્રના કુલ ₹211.65 કરોડના 37 કામોનું લોકાર્પણ અને ₹198.72 કરોડના 13 કામોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.
4
32
57
4,408
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'મીની ઈન્ડિયા' તરીકે વર્ણવેલ સુરતમાં આજે શરદ પૂર્ણિમાના અવસરે વિકાસ પર્વ ઉજવાઈ રહ્યો છે. તેમણે માનનીય વડાપ્રધાનશ્રીના ગુડ ગવર્નનન્સના સંકલ્પ સાથે રાજ્યના નગરો-મહાનગરોના થયેલ સર્વાંગી વિકાસની તેમજ સુરતને આજે મળેલ વિકાસકામોની રૂપરેખા આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રીએ શહેરીકરણને પડકાર નહીં, પણ તકના રૂપમાં સ્વીકારી હોલિસ્ટિક સિટી ડેવલપમેન્ટનું મોડેલ અપનાવ્યું છે, જેના પરિણામે શહેરો વિકાસના એન્જિન બન્યા છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં 2010 માં ગુજરાતની સ્થાપનાના ૫૦ વર્ષ નિમિત્તે જાહેર કરાયેલી 'સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' દેશભરમાં પ્લાન્ડ સિટી ડેવલપમેન્ટ માટે દિશાદર્શક બની હોવાનું જણાવી, 'વિકસિત સુરતથી વિકસિત ગુજરાત અને વિકસિત ભારત'ના નિર્માણ માટે સૌને સાથે મળી કામ કરવા આહવાન કર્યું હતું.
1
13
16
595
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સુરતના કોસમાડા ખાતે નિર્માણ પામનાર ભવ્ય ‘ઈસ્કોન વરાછા મંદિર’નો શિલાન્યાસ અને દાતાશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર સમાન ઈસ્કોન મંદિરની શિલાઓનું પૂજન કર્યું હતું અને નરસિંહ યજ્ઞમાં આહૂતિ આપી હતી. મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ પ્રસંગે ઈસ્કોન મંદિરના નિર્માણમાં સહયોગ આપનાર સામાજિક અગ્રણીઓ અને રાજસ્વી દાતાશ્રીઓ ઉપરાંત સમગ્ર એશિયા ખંડમાં યોજાયેલી શ્રીમદ્ ભગવદ્ ગીતાની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
7
26
53
4,890
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વિરાસત ભી, વિકાસ ભી’ વિઝનને અનુસરીને વિકાસ સાથે આપણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું જતન સૌએ કરવું જોઈએ. શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં તેમણે ઉમેર્યું હતું કે, ભગવદ્દ કાર્યમાં યોગદાન આપવા અને તેમાં નિમિત્ત બનવાનો અવસર મળવો એ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે, અને આવા આયોજનો સમાજમાં દિવ્યતા અને સદભાવના પ્રેરિત કરે છે. મુખ્યમંત્રીશ્રીએ સૌ સાથે મળીને ભક્તિને માત્ર પૂજા-પાઠ સુધી સીમિત ન રાખતાં તેને માનવ સેવા સાથે જોડવા અને યુવાધનની શક્તિને વ્યસનોથી દૂર રાખી રાષ્ટ્ર નિર્માણના પંથે વાળવા આહવાન કર્યુ હતું.
13
14
535
LIVE | મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સુરત મહાનગરપાલિકા, સુરત શહેરી સત્તા મંડળ તથા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ પ્રકલ્પોનાં લોકાર્પણ તથા ખાતમુહૂર્ત. teapawt.net/i/broadcasts/1qKDzWZOL…
3
23
1
38
4,626
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગામી 31મી ઓક્ટોબરે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે એકતા નગર ખાતે યોજાનાર ‘રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ’ના ઉપલક્ષ્યમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ‘ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ’ થીમ હેઠળ આયોજિત ‘નેશનલ મોટરસાઇકલ રેલી’ને આજે ગાંધીનગર ખાતેથી લીલી ઝંડી આપી સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) તરફ જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા તા.21 ઓક્ટોબરે નવી દિલ્હીથી ફ્લેગ-ઓફ કરાવાયેલ આ રેલી ગાંધીનગર થઈને એકતા નગર પહોંચશે. "Say No to Drugs, Say Yes to Life"ના મંત્ર સાથે આયોજિત આ મોટરસાઇકલ રેલીમાં દેશના વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની ટીમો સહભાગી થઈ છે.
4
27
36
4,563