Gujarat Information (@InfoGujarat) header
Gujarat Information (@InfoGujarat) profile picture

Official X (Twitter) handle of Commissionerate of Information, Government of Gujarat

Gandhinagar, India
Joined April 2011
Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)Photo by Gujarat Information (@InfoGujarat)
સંગીત જગતના લોકપ્રિય કલાકાર દિલજીત દોસાંઝ ગુજરાતની મુલાકાતે... દિલજીત દોસાંઝે ગીરની મુલાકાત લઈ એશિયાટિક સિંહની સફારીનો આનંદ માણ્યો; ગીરના જંગલમાં ભવ્ય એશિયાટિક સિંહ તેમજ ગુજરાતની સમૃદ્ધ કુદરતી અને વન્યજીવનની વિરાસતથી અભિભૂત થયા... #GirJungleSafari #DiljitDosanjh @diljitdosanjh
8
12
1,909
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો નવતર જનસંપર્ક અભિગમ; તા. 18 થી 20 નવેમ્બર, ત્રણ દિવસ સુધી આદિજાતિ વિસ્તાર ગરબાડાના અંતરિયાળ ગામડાઓની મુલાકાતે... ➡️ ગરબાડામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિથી મુખ્યમંત્રીશ્રી ત્રિદિવસીય પ્રવાસનો પ્રારંભ કરશે ➡️ મુખ્યમંત્રીશ્રી આદિજાતિ ગ્રામજનો સાથે પ્રત્યક્ષ સંવાદ – આદિવાસી પરિવારોના ઘરે ભોજન અને રાત્રિ રોકાણ કરશે ➡️ મુખ્યમંત્રીશ્રીના રાત્રિ રોકાણના સ્થળોએ પરંપરાગત આદિવાસી ભજન મંડળીઓના ભજન કિર્તન યોજાશે; આદિવાસીઓના યાત્રાધામ બાબા ધોડાજા દેવમંદિરના મુખ્યમંત્રીશ્રી દર્શન કરશે ➡️ મુખ્યમંત્રીશ્રી તેમના ત્રિદિવસીય પ્રવાસના અંતિમ ચરણમાં સ્માર્ટ સિટી દાહોદની સરકારી લાયબ્રેરી-વાંચનાલયની મુલાકાત લઈને બાળકો-યુવાઓ સાથે સંવાદ કરશે @CMOGuj @Bhupendrapbjp @infodahodgog
3
22
2,985
વર્ષ 2027ની બેંકોની જાહેર રજાઓની યાદીમાં સુધારા બાબત... ​ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા ગત તા. 04/11/2026ના રોજ બહાર પાડવામાં આવેલા વર્ષ 2027ની બેંકોની જાહેર રજાઓના જાહેરનામામાં "ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી"ની તારીખ અંગે શરતચૂકથી થયેલી ભૂલ સુધારતું નવું જાહેરનામું તા. 16/11/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે... ​સુધારેલી વિગતો નીચે મુજબ છે: • રજાનું નામ: ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી • તારીખ અને વાર: બુધવાર, 14 એપ્રિલ, 2027 • પંચાંગ વિગત: વિક્રમ સંવત 2083 (ચૈત્ર સુદ-8) | શક સંવત 1949 (24 ચૈત્ર)
9
92
13,760
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ શામળાજી મંદિરને પ્રાપ્ત થઈ વૈશ્વિક સિદ્ધિ... 🔹 'વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ' (World Record of Excellence)માં શામળાજી મંદિરનું નામ નોંધાયું; અરવલ્લી જિલ્લાની ઐતિહાસિક વિરાસતને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ 🔹 મંદિરની ઐતિહાસિક વિશેષતા, સ્થાપત્યની ભવ્યતા તેમજ વિશિષ્ટ ઓળખને ધ્યાને રાખીને જ્યુરી ટીમ દ્વારા સંપૂર્ણ ચકાસણી અને વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી 🔹 આગામી જાન્યુઆરીમાં નવી દિલ્હી ખાતે ભારત મંડપમમાં આયોજિત થનારા ભવ્ય સમારોહમાં મંદિરને પ્રમાણપત્ર એનાયત કરાશે 🔹 અંદાજે 1500 વર્ષ પ્રાચીન શામળાજી મંદિરની ભવ્યતા, ઐતિહાસિક મહત્તા અને ધાર્મિક માન્યતાને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળી #ShamlajiTemple #WorldRecordofExcellence #Aravallidistrict
20
92
4,186
ખેડૂતોએ હંમેશાં વૈજ્ઞાનિક ભલામણ મુજબના જથ્થામાં જ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો હિતાવહ છે... બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ અને લોટ નંબર જેવી તમામ વિગતો દર્શાવતું પાકું બિલ સહી સાથે મેળવી લેવું અનિવાર્ય છે...
6
13
2,005
'સ્પેસટેક હેકાથોન 2026'... વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ 'સ્પેસટેક હેકાથોન 2026'ની કરી જાહેરાત... 🔹 કુલ ₹56 લાખના માતબર ઈનામો સાથે રાજ્યના યુવા ઇનોવેટર્સ અને સાહસિકોને આમંત્રણ 🔹 પ્રથમ વિજેતા ટીમને ₹5 લાખ અને દ્વિતીય વિજેતાને ₹3 લાખનો પુરસ્કાર અપાશે 🔹 સ્પેસ ટેક્નોલોજીના માધ્યમથી કૃષિ, દરિયાઈ સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને વન-સંરક્ષણ જેવા ક્ષેત્રોની સમસ્યાઓના સમાધાન શોધવાનો ઉદ્દેશ 🔹 'સ્પેસટેક હેકાથોન 2026' વૈજ્ઞાનિકો, ઇનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો અને વિવિધ સ્ટેક-હોલ્ડર્સને એક જ પ્લેટફોર્મ પર લાવી વાસ્તવિક જીવનના પડકારો ઉકેલવાનું સશક્ત માધ્યમ છે: મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા #SpaceTechHackathon #SpaceTechHackathon2026
12
23
2,347
HIV પોઝિટિવ મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખતાં GCRI (ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)ની નવીન પહેલ... ➡️ મહિલાઓની HIVની નિયમિત સારવારમાં HPV DNA-આધારિત સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગનો પણ સમાવેશ; જે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા ART સેન્ટર મારફતે અમલમાં મૂકાઈ રહી છે ➡️ HIV સાથે જીવતી મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર થવાનું જોખમ સૌથી વધુ, અત્યારસુધીમાં 1,542 HIV પોઝિટિવ મહિલાઓનું HPV DNA ટેસ્ટિંગ દ્વારા સ્ક્રીનિંગ ➡️ FICCI હેલ્થકેર એક્સલન્સ એવોર્ડ 2026 અંતર્ગત આ પહેલને ‘એક્સલન્સ ઇન પેશન્ટ કેર એન્ડ સર્વિસ ડિલિવરી’ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો નિયમિત HIV સારવાર સાથે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગને સાંકળવાથી આ સંવેદનશીલ વર્ગની મહિલાઓમાં રોગનું વહેલું નિદાન, સમયસર સારવાર અને આરોગ્યલક્ષી પરિણામોમાં સુધારો લાવવાની તક મળે છે... #AhmedabadCivilHospital #HIV #Cervicalcancer #Healthcare #GCRI
7
19
2,117
પંચમહાલ-વડોદરા પંથક બનશે આત્મનિર્ભર ભારતનું નવું પાવરહાઉસ… મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પંચમહાલ જિલ્લાના નુરપુરામાં ઊર્જા ક્ષેત્રની અત્યાધુનિક ઉત્પાદન સુવિધાવાળા TMC ટ્રાન્સફોર્મર્સ ઇન્ડિયા લિમિટેડના નવા મેન્યુફેક્ચરિંગ યુનિટનું ભૂમિપૂજન કર્યું; વાર્ષિક 78,000 MVA ઉત્પાદન ક્ષમતા સાથે નિર્માણ પામનાર આ પ્લાન્ટ માત્ર ઊર્જા સુરક્ષા જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે રોજગારીની વિશાળ તકો ઊભી કરશે... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં TMCનો પ્રોજેક્ટ સીમાચિહ્ન સાબિત થશે; વડોદરા, સાવલી, હાલોલ અને કાલોલનો સમગ્ર વિસ્તાર હાઇ-ટેક એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ કોરિડોર બનવા તરફ આગળ વધી રહ્યો છે : મુખ્યમંત્રીશ્રી #GujaratInformation
8
17
1,796
Gujarat Information retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિરાસત અને વિકાસના સંગમ થકી વૈશ્વિક સ્તરની સિદ્ધિ અને સન્માન પ્રાપ્ત કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
6
27
44
3,284
17-11-2026ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ…
9
17
2,065
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે TMC ટ્રાન્સફોર્મર્સ ઈન્ડિયા લિમિટેડના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન. સ્થળ : નૂરપુરા, તા.હાલોલ, જિ.પંચમહાલ
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે TMC ટ્રાન્સફોર્મર્સ ઈન્ડિયા લિમિટેડના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન. સ્થળ : નૂરપુરા, તા.હાલોલ, જિ.પંચમહાલ teapawt.net/i/broadcasts/2aWQLKerX…
1
18
26
2,221
માહિતી મોર્નિંગ... #ThoughtfulTuesday #MahitiMorning #GujaratInformation
15
1
31
1,888
આજનો શબ્દ #wordoftheday #GujaratiWord
1
17
72
1,807
વડનગરની પવિત્ર ધરા પર ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઐતિહાસિક અને ધાર્મિક નગરી વડનગરની પવિત્ર ભૂમિ પર લોકકલ્યાણના હેતુથી આયોજિત ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’ના છઠ્ઠા દિવસે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી... જગદગુરુ શંકરાચાર્ય સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ; હાટકેશ્વર મહાદેવના ચરણોમાં રાજ્યની સુખ-શાંતિ માટે કરી પ્રાર્થના; મંત્રોચ્ચાર અને આધ્યાત્મિક ઊર્જા વચ્ચે મુખ્યમંત્રીશ્રીએ મેળવ્યા પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ વડનગરની પવિત્ર ધરા પર આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રીએ વડનગરના અધિષ્ઠાયક દેવ ભગવાન હાટકેશ્વર મહાદેવના મંદિરે શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન કર્યું...
19
32
2,407
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027માં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે ધોલેરા... ➡️ ધોલેરા SIRમાં આકાર લઈ રહ્યું છે હોસ્પિટલ, હોટેલ, સ્કૂલ તેમજ અન્ય શહેરી સુવિધાઓનું મજબૂત માળખું; ભારતનું પ્રથમ સેમિકોન સિટી ગ્રોથનું વ્યાપક અર્થતંત્ર, રોકાણ અને રહેવાલાયક સ્થિતિ માટે મજબૂત માળખું તૈયાર કરી રહ્યું છે... ➡️ ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)માં ઔદ્યોગિક વિકાસની સાથે વિશ્વસ્તરીય ભૌતિક, આર્થિક અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઝડપી નિર્માણ થઈ રહ્યું છે; આ વિકાસથી હેલ્થકેર, હોસ્પિટાલિટી, શિક્ષણ અને શહેરી સેવાઓના ક્ષેત્રે રોકાણ માટે વિશાળ તકો ઊભી થઈ છે... ➡️ માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધોલેરા SIRમાં ચાલી રહેલા મુખ્ય અને મહત્ત્વના ઔદ્યોગિક, સામાજિક અને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સતત સમીક્ષા કરી રહ્યા છે; ધોલેરા માત્ર એક ઔદ્યોગિક ક્ષેત્ર નથી, પરંતુ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, રહેવા યોગ્ય અને સુવિધાસભર 'સ્માર્ટ સિટી' બની રહ્યું છે... #VibrantGujaratGlobalSummit #VGGS2027 #Dholera #SpecialInvestmentRegion
28
91
5,736
વૈશ્વિક ફલક પર ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું ગૌરવવંતું સન્માન! જર્મનીના બર્લિન ખાતે ‘અનંત અનાદિ વડનગર: આર્કિયોલોજિકલ એક્સપિરિએન્શિયલ મ્યુઝિયમ’એ જીત્યો પ્રતિષ્ઠિત ‘રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026 (Red Dot: Best of the Best Award 2026) આ ગુજરાત માટે વિશેષ ગર્વની ક્ષણ છે કારણકે વડનગર ભારતનું પ્રથમ અને એકમાત્ર એવું સંગ્રહાલય બન્યું છે જેણે 'બેસ્ટ ઓફ ધ બેસ્ટ' (Best of the Best award) પુરસ્કાર જીત્યો છે. તેમજ 'સ્મૃતિવન' પછી 'રેડ ડોટ' (Red Dot) સન્માન મેળવનારું આ ગુજરાતનું બીજું સંગ્રહાલય છે... #VadnagarWinsRedDot
17
1
28
2,353
સ્વચ્છતા એ માત્ર સરકારની નહીં, સૌની જવાબદારી... 'મારું શહેર, સ્વચ્છ શહેર એવોર્ડ' અંતર્ગત રાજ્યમાં સારી કામગીરી કરનાર મહાનગરપાલિકા-નગરપાલિકાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે...
2
22
39
3,081
40 કિ.મી. લાંબો રિવરફ્રન્ટ વિકસિત ગુજરાતની ભવ્યતાનું પ્રતીક બનશે... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-2 અને ફેઝ-3ના વિવિધ પ્રકલ્પોની સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી; કામગીરી સમયમર્યાદામાં અને ઝડપથી પૂર્ણ થાય તે માટે અધિકારીશ્રીઓને આપ્યું જરૂરી માર્ગદર્શન... 📌 ગુજરાતનો પ્રથમ ઓટોમેટિક બેરેજ કમ બ્રિજ : 6-લેનનો આધુનિક બ્રિજ જે ઓટોમેટિક કન્ટ્રોલ સિસ્ટમથી સંચાલિત થશે... 📌 ગાંધીનગર તરફ કાયમી પાણીનો સંગ્રહ : 3.5 મીટર ઊંચાઈના સ્પેશ્યલાઈઝ્ડ એર ફિલ્ડ રબર ટાઈપ બેરેજથી રિવરફ્રન્ટમાં બારેમાસ પાણી ભરાયેલું રહેશે... 📌 ગ્રીન ઝોન અને હરિયાળી : નદીના બંને કાંઠે ગ્રીન ઝોન અને અલગ-અલગ લેવલ પર ભવ્ય વૃક્ષોનું વાવેતર... 📌 નાગરિકો માટે આધુનિક જનસુવિધાઓ : ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ-કલ્ચર અને બેસવા માટે આકર્ષક સિટિંગ વ્યવસ્થા... #SabarmatiRiverfront
2
30
125
7,633
ગુજરાત weekly : રાજ્યની વિકાસયાત્રાના સાપ્તાહિક સમાચાર...
16
28
2,311
Gujarat Information retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ વિકાસલક્ષી પહેલ થકી આદિવાસી બાંધવોના જીવનમાં પરિવર્તન આણતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
8
30
3
50
6,775