🏗️ બાળમૈત્રીપૂર્ણ આંગણવાડી, સુરક્ષિત બાળપણની મજબૂત શરૂઆત!
ગુજરાતમાં બાળકોને સુરક્ષિત, સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત આંગણવાડી કેન્દ્રો ઉપલબ્ધ કરાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ!
#ICDSGujarat #ChildFriendlyAnganwadi #WCDGujarat #UNICEF #Gujarat
બાળકના સ્વસ્થ વિકાસ માટે પોષણની યોગ્ય શરૂઆત જરૂરી છે! 🌱
અન્નપ્રાશન અને બાળ દિવસ નિમિત્તે દર મહિનાના ત્રીજા મંગળવારે આંગણવાડી કેન્દ્રોમાં ૬ મહિના પૂર્ણ કરનાર બાળકોને પૂરક આહારની શરૂઆત તથા ધાવણ ચાલુ રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
#Annaprashan #BalDiwas #ICDSGujarat
2
122
🏗️ બાળમૈત્રીપૂર્ણ આંગણવાડી તરફ મક્કમ પગલાં!
૧૭ નવેમ્બરે રાજકોટ ઝોન માટે ગાંધીનગરમાં ઓરિએન્ટેશન યોજાયું. સેક્ટર-૪ની આંગણવાડીની મુલાકાત બાદ ડૉ. આંબેડકર હોલમાં UNICEF અને IIT ટીમે બાંધકામની ગુણવત્તા તથા સલામતી અંગે માર્ગદર્શન આપ્યું.
#ICDSGujarat #ChildFriendlyAnganwadi #WCDGujarat
Child Friendly Anganwadiના નિર્માણ તરફ ગુજરાતનું મક્કમ પગલું! ગાંધીનગર ખાતે વડોદરા ઝોનના અધિકારીઓ માટે IIT ગાંધીનગર અને UNICEF દ્વારા બાંધકામની ગુણવત્તા અને સલામતી અંગે ઓરિએન્ટેશન યોજાયું. સેક્ટર-૪ના નંદઘરની મુલાકાત યોજાઈ. માનનીય સચિવશ્રી રાકેશ શંકર ઉપસ્થિત રહ્યા.
#ICDSGujarat
🏗️ સુરક્ષિત બાળપણ તરફ ગુજરાતની પહેલ!
વડોદરા ઝોન માટે ગાંધીનગરના ડૉ. આંબેડકર હોલમાં UNICEF અને IIT દ્વારા આંગણવાડી બાંધકામ અંગે માર્ગદર્શન અપાયું. સેક્ટર-૪ ની આંગણવાડીની મુલાકાત યોજાઈ.
માનનીય સચિવશ્રી રાકેશ શંકર ઉપસ્થિત રહ્યા.
#ICDSGujarat #WCDGujarat
ક્વિઝ રમો, વિવિધ પ્રવૃત્તિઓ જાણો!
ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ પ્રવૃત્તિઓ વિશે તમારું જ્ઞાન ચકાસો. દરેક પ્રશ્નનો સાચો જવાબ કોમેન્ટમાં જણાવો.
#ICDSGujarat #WCDGujarat #Anganwadi #PoshanAbhiyaan #QuizTime
રમતાં-રમતાં શીખે, પ્રવૃત્તિઓથી ખીલે બાળપણ! 🌈
ગુજરાતની વિવિધ આંગણવાડીઓમાં થીમ આધારિત પ્રવૃત્તિઓ, હળવી કસરત, જૂથ પ્રવૃત્તિઓ, અભિનય ગીતો અને સુરક્ષા અંગે માર્ગદર્શન દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
#ICDSGujarat #WCDGujarat #AnganwadiActivities
નાનાં ભૂલકાંઓમાં સ્વાવલંબનની સુંદર પહેલ! 🌱
જામનગર જિલ્લાના મોટી માટલી ગામના કોડ નંબર ૧૪૭ આંગણવાડી કેન્દ્રમાં બાળકો જાતે જ પોતાની હાજરી નોંધાવી જવાબદારી અને આત્મનિર્ભરતાના ગુણ કેળવી રહ્યાં છે.
#ICDSGujarat #WCDGujarat #Anganwadi #ChildDevelopment #LearningByDoing
🥗 સંતુલિત આહાર, સ્વસ્થ જીવનનો આધાર!
અનાજ, કઠોળ, લીલાં શાકભાજી, મોસમી ફળો અને દૂધ-દહીંનો આહારમાં સમાવેશ કરીએ. સ્થાનિક પૌષ્ટિક ખોરાક અપનાવીએ અને સ્વસ્થ જીવન તરફ આગળ વધીએ.
#PoshanAbhiyaan #HealthyDiet #ICDSGujarat #ICDSGujarat #WCDGujarat
371
🌿 જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે તાપી જિલ્લાના બાબરઘાટ ખાતે ICDS વિભાગ દ્વારા પરંપરાગત આદિવાસી વાનગીઓ, વાસણો, મિલેટ્સ અને THRનું નિદર્શન કરાયું. સાથે વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી પોષણ જાગૃતિનો સંદેશ પહોંચાડાયો.
#JanjatiyaGauravDiwas #TribalCulture #NutritionAwareness #ICDSGujarat
સ્વસ્થ બાળપણ એ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે!
બાળકોના પોષણ અને તંદુરસ્ત વિકાસ માટે ICDS અંતર્ગત બાલશક્તિ યોજના દ્વારા પોષક ટેક હોમ રેશનનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે.
પોષણથી સમૃદ્ધ બાળપણ, પ્રગતિશીલ ગુજરાત!
#Balshakti #ChildNutrition #ICDSGujarat #WCDGujarat #Anganwadi
ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતી અને જનજાતીય ગૌરવ દિવસની હાર્દિક શુભકામનાઓ!
જનજાતીય સંસ્કૃતિને વંદન, સુપોષિત બાળપણ અને સશક્ત કિશોરીઓનો સંકલ્પ.
જય જોહાર!
#BirsaMundaJayanti #JanJatiyaGauravDiwas
7
460
જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે સુરત ગ્રામ્યના માંગરોળ ખાતે માન. ધારાસભ્યશ્રી ગણપતભાઈ વસાવા તથા માન. કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં યુવા સભા યોજાઈ.
ICDS દ્વારા THR કીટ વિતરણ, પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન તથા ‘પા પા પગલી’ યોજના સહિત IEC સ્ટોલ દ્વારા જનજાગૃતિ કરવામાં આવી.
#ICDS
1
404
બાળકોનું હાસ્ય અને સપનાં જ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. 🌈
દરેક બાળકને મળે પોષણ, શિક્ષણ, સુરક્ષા અને આનંદમય બાળપણ!
બાળ દિવસની હાર્દિક શુભકામનાઓ!
#ChildrensDay #ICDSGujarat #ChildDevelopment
લાભ પાંચમની હાર્દિક શુભકામનાઓ!
સાચો લાભ — સુપોષિત બાળપણ અને સશક્ત નારી! આંગણવાડીની સેવાઓ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચાડીએ.
#ICDSGujarat #WCDGujarat #LabhPancham #Anganwadi #ChildDevelopment
2
354
બાળકોનું હાસ્ય અને સપનાં જ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. 🌈
દરેક બાળકને મળે પોષણ, શિક્ષણ, સુરક્ષા અને આનંદમય બાળપણ!
બાળ દિવસની હાર્દિક શુભકામનાઓ!
#ChildrensDay #ICDSGujarat #ChildDevelopment
2
405


































