Info DevbhumiDwarka GOG retweeted
નૂતન વર્ષ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં પત્રકાર સ્નેહમિલન સમારોહ યોજાયો...
મુખ્યમંત્રીશ્રીએ સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત અને નશામુક્ત ભારતના સંકલ્પને મિડિયા જગત અને સરકારના સંકલનથી સાકાર કરવાનું પ્રેરક આહ્વાન કર્યું; આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રી – રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ સહભાગી થયા...
રાજ્ય અને જનહિતમાં સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનું અને સરકારની ભૂલો પ્રત્યે ધ્યાન દોરવાનું અત્યંત જવાબદારીભર્યું માધ્યમ પત્રકારો બન્યા છે: નાયબ મુખ્યમંત્રીશ્રી
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાતની વિકાસયાત્રામાં મીડિયાના મહત્વપૂર્ણ યોગદાનની સરાહના કરી...
Info DevbhumiDwarka GOG retweeted
સુરક્ષિત, સુવિધાજનક અને પ્રદૂષણમુક્ત મુસાફરી...
PM-ઈ-બસ સેવા અંતર્ગત ગાંધીનગરમાં 70 આધુનિક ઇલેક્ટ્રિક બસો દ્વારા જાહેર પરિવહન વ્યવસ્થાને મળી રહી છે નવી ગતિ...
@InfoGandhinagar
Info DevbhumiDwarka GOG retweeted
બધા આઈસ્ક્રીમ ફ્રોઝન ડેઝર્ટ છે, પરંતુ બધા ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ નથી. પહેલા સમજો, પછી જ ખરીદો...
#ThursdayTips #MahitiMorning #Awareness
Info DevbhumiDwarka GOG retweeted
રાષ્ટ્રીય બંધારણ દિવસ..
ભારતીય બંધારણના અંગીકરણના 77મા વર્ષ નિમિત્તે બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર અને બંધારણ સભાના સૌ સભ્યોને શત્ શત્ નમન...
#ConstitutionDay #NationalConstitutionDay2026
Info DevbhumiDwarka GOG retweeted
આજનો શબ્દ
#wordoftheday #GujaratiWord
Info DevbhumiDwarka GOG retweeted
માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગર જિલ્લાના નારદીપુર ગામે ભારતની અખંડિતતાના સંરક્ષક, લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને સ્મરણાંજલિ અર્પિને સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરી; તેમજ રાજ્યપાલશ્રીએ નારદીપુર ગામના સામાન્ય પરિવારના શ્રી મણીબેન વાઘેલાના નિવાસસ્થાને પહોંચી પરિવારના સભ્યો સાથે બેસીને અત્યંત આત્મીયતાપૂર્વક સાત્વિક અલ્પાહાર કર્યો અને પરિવારજનોના ખબર-અંતર પૂછ્યા...
#ConstitutionDay #NationalConstitutionDay2026
➡️દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સિનિયર સિટીઝનની રમત ગમત સ્પર્ધાનું આયોજન કરાશે
➡️ભાગ લેવા ઇચ્છુક સિનિયર સિટીઝન ભાઈઓ-બહેનોએ તા.૦૧ ડિસેમ્બર સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતે અરજી કરવાની રહેશે. @sagofficialpage @COLLECTORDWK @DdoDwarka @SP_Dwarka
60
▶️જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
▶️અરજદારોના પ્રશ્નોનો ત્વરિત નિકાલ માટે લાવવા દિશા નિર્દેશો આપતા કલેકટરશ્રી. @InfoGujarat
@SWAGATOnlineGuj @COLLECTORDWK @DdoDwarka @SP_Dwarka
74
Info DevbhumiDwarka GOG retweeted
ગુજરાત પોલીસમાં મોટી ભરતી જાહેર:
🔹 લોકરક્ષક કેડરની કુલ 12,752 જગ્યાઓ
બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ – 8,233
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ – 1,132
SRPF કોન્સ્ટેબલ – 3,107
🔹 બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર – 225
#GujaratPolice #Policerecruitment #LRD #PSI
Info DevbhumiDwarka GOG retweeted
રાજ્યમાં ખરીફ મગની ટેકાના ભાવે ખરીદી તા. 30 નવેમ્બરથી શરૂ થશે; પ્રતિ ક્વિન્ટલ ₹8780નો ભાવ નિયત...
ખેડૂતોના આર્થિક હિતોના રક્ષણ અને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આગામી તા. 30 નવેમ્બર, 2026થી ખરીફ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે; વર્ષ 2026-27 માટે ભારત સરકાર દ્વારા ખરીફ મગનો ટેકાનો ભાવ ₹8,780 પ્રતિ ક્વિન્ટલ (1,756 પ્રતિ મણ) જાહેર કરવામાં આવ્યો છે...
ચૂકવણીમાં કોઈ વિલંબ ન થાય તે માટે તમામ ખેડૂતોએ પોતાના બેંક ખાતા ફરજિયાત આધાર સીડીંગ કરાવીને એક્ટિવ રાખવા કૃષિ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે...
@jitu_vaghani
Info DevbhumiDwarka GOG retweeted
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુ નાનક જયંતીના પાવન પર્વે ગાંધીનગરના પોર સ્થિત ગુરુદ્વારા ખાતે દર્શન-અર્ચન કર્યા...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુદ્વારા ખાતે પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબના દર્શન કરી શીશ ઝુકાવ્યું અને રાજ્યના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ, એકતા તેમજ રાજ્યના અવિરત વિકાસ માટે વિશેષ અરદાસ કરી; મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોએ લંગરમાં પ્રસાદ વિતરણ કરી સેવા-ભક્તિનો લાભ લીધો...
આ અવસરે મુખ્યમંત્રીશ્રીને પરંપરાગત ખેસ- સરોપા, શાલ ઓઢાડી તેમજ અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું...
#GuruNanakJayanti #gurunanakjayanti2026
Info DevbhumiDwarka GOG retweeted
LIVE: અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં 3જી ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નો સમાપન સમારોહ કાર્યક્રમ.
LIVE: અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં 3જી ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નો સમાપન સમારોહ કાર્યક્રમ. teapawt.net/i/broadcasts/2WXZdylXY…
Info DevbhumiDwarka GOG retweeted
આજનો શબ્દ
#wordoftheday #GujaratiWord
Info DevbhumiDwarka GOG retweeted
લાંબા સમય સુધી સતત અને ખોટી સ્થિતિમાં બેસવાથી કમર, ગરદન અને સ્નાયુઓ પર આડઅસર થઈ શકે છે. કામકાજ દરમિયાન યોગ્ય બેસવાની સ્થિતિ જાળવીએ અને દર 30-45 મિનિટે થોડો બ્રેક લઈને હલનચલન જરૂર કરીએ.
#WellnessWednesday #MahitiMorning #HelthforAll
Info DevbhumiDwarka GOG retweeted
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં તૃતીય ઑલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નો સમાપન સમારંભ યોજાયો; મુખ્યમંત્રીશ્રીના હસ્તે ફ્લેગ હેન્ડિંગ સેરેમની કરવામાં આવી...
મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઓવરઑલ ચેમ્પિયન સીઆરપીએફની ટીમ ઉપરાંત ઉત્તર પ્રદેશ, મણિપુર, મિઝોરમની વિજેતા ટીમોને ટ્રોફી અને વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરાયા...
માનનીય વડાપ્રધાનશ્રીનું 'ફિટ ઇન્ડિયા' અભિયાન દેશના તમામ નાગરિકોની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવનારું એક જનઆંદોલન બની ગયું છે : મુખ્યમંત્રીશ્રી
ગૃહ વિભાગના સચિવ સુશ્રી નિપૂણા તોરવણે અને રાજ્ય પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક સહિતના વિવિધ રાજ્યોના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ સહભાગી થયા...
24 રાજ્યો, 4 કેન્દ્રશાસિત પ્રદેશો અને 10 કેન્દ્રીય પોલીસ સંગઠનોની કુલ 38 ટીમો વચ્ચે બેડમિન્ટન અને ટેબલ ટેનિસની સ્પર્ધાઓ યોજાઈ...
#ThirdAllIndiaPoliceBadmintonCluster2026 #VeerSavarkarSportsComplex
Info DevbhumiDwarka GOG retweeted
ગુજરાતી ફિલ્મ ‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’ ગોવા ખાતે આયોજિત 57મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) 2026ના ઇન્ડિયન પેનોરમા વિભાગમાં પ્રદર્શિત કરાઈ...
#GujaratifilmLaalo #IFFI2026 #Laalo
“લોકોને એકસાથે લાવીને સિનેમાની ઉજવણી કરો”: IFFI 2026 ખાતે ગુજરાતી ફિલ્મ ‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’ એ દિલ જીતી લીધા
વાંચો વિગતે: pib.gov.in/PressReleaseDetai…
#IFFI2026 #IFFI57 #StoriesWithoutBorders @IFFIGoa @MIB_India @nfdcindia
Info DevbhumiDwarka GOG retweeted
સંઘર્ષ નહીં, સફળતા...
અભાવ નહીં, આત્મનિર્ભરતા...
‘પાલક માતા-પિતા યોજના’ મોરબીના કરણ અમૃતિયા માટે ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત આધાર બની; રાજ્ય સરકાર દ્વારા માસિક ₹3,000/-ની સહાય તેમજ દાદા-દાદીનો પ્રેમ અને હૂંફ પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ ભાંગી પડેલા કરણ માટે નવી દિશા લઈને આવી અને તે આત્મવિશ્વાસ સાથે આગળ વધીને મિકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શક્યો...
પાલક માતા-પિતા યોજના મારા જેવા બાળકો માટે સન્માનજનક જીવનનો મજબૂત આધાર છે. હું સરકાર, સમાજ સુરક્ષા પ્રભાગ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષા કચેરી - મોરબીનો હૃદયપૂર્વક આભારી છું : કરણ અમૃતિયા
Info DevbhumiDwarka GOG retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 26મી નવેમ્બર, ગુરૂવારના રોજ રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે...
રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો તા. 26મી નવેમ્બરના રોજ સવારે 8-00થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકાશે...
#SwagatOnline
Info DevbhumiDwarka GOG retweeted
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે બેંગલુરુમાં યોજાયો રોડ-શૉ; સેમીકન્ડક્ટર, સ્પેસ સેક્ટર, ઇલેક્ટ્રોનિક્સ અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન) ક્ષેત્રની તકો પર ખાસ ભાર મૂકાયો...
સેમિનારને સંબોધતા રાજ્ય સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ બંને રાજ્યો વચ્ચે મજબૂત ઔદ્યોગિક સહકારની સંભાવનાઓ પર ભાર મૂકયો; તેમણે જણાવ્યું કે “કર્ણાટકે IT, સંશોધન, સર્વિસ, સ્પેસ, AI, ડેટા સેન્ટર ક્ષેત્રે અગ્રણી કેન્દ્ર તરીકે પોતાની ઓળખ બનાવી છે, જ્યારે ગુજરાત કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જવેલરી, ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બંદરો, સેમીકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી અને ગ્લોબલ કનેક્ટિવિટી ક્ષેત્રે પોતાની મજબૂત ક્ષમતાઓ ધરાવે છે...
બેંગલુરુનો આ રોડ શૉ ગુજરાત અને કર્ણાટક વચ્ચેના ઔદ્યોગિક સંબંધોને માત્ર વાતચીત પૂરતા સીમિત નહીં રાખતા અર્થપૂર્ણ વ્યાવસાયિક સહયોગ તરફ આગળ લઈ જવાની ઉત્તમ તક સાબિત થયો...
#VibrantGujaratGlobalSummit2027 #VGGS2027 @Rivaba4BJP @VibrantGujarat



































