ઑપઇન્ડિયા (@OpIndia_G) header
ઑપઇન્ડિયા (@OpIndia_G) profile picture

ગુજરાત, દેશ અને દુનિયાના સમાચાર, 'રાઈટ' સાઈડ થી. રાઈટ સમાચાર, રાઈટ વિશ્લેષણ, રાઈટ દ્રષ્ટિકોણ

Gujarat
Joined March 2022
વડનગર બનશે ગુજરાતનું કાશી? કાંચી કામકોટિ પીઠના શંકરાચાર્ય જગદ્ગુરુ શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીજીએ વડનગરના હાટકેશ્વર મહાદેવને કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ વિકસાવવાનું આહ્વાન કર્યું છે. શું ગુજરાતને મળશે પોતાનું કાશી? વિગતે જુઓ 👇 #VadnagarTheKashiOfGujarat #HatkeshwarMahadev #Gujarat #Vadnagar
2
1
8
278
જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ પકડાયા તે જ ભાગળ ગામમાં હિંદુ દલિત યુવાનો પર હુમલો એટ્રોસિટી કેસ નોંધાયો, પણ કોંગ્રેસ MLA જીગ્નેશ મેવાણીનું મૌન સંપાદક @journolincના એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટમાં વાંચો હિંદુ પીડિતોએ શું જણાવ્યું. 🔗gujarati.opindia.com/gujarat… #Gujarat
1
21
46
526
ઓસ્ટ્રેલિયન મીડિયા સંસ્થા ABCએ જેને 'ફ્રીલાન્સ પત્રકાર' ગણાવ્યો હતો એ શખ્સ વાસ્તવમાં હમાસનો આતંકવાદી નીકળ્યો! અલ સરાજ ABC માટે કામ કરતો હતો અને 2023માં માર્યો ગયો હતો. હવે સામે આવેલા દસ્તાવેજોમાં તે હમાસ માટે માત્ર કામ કરતો હોવાનું નહીં પરંતુ આતંકી સંગઠનની મિલિટરી વિંગમાં ડેપ્યુટી સ્ક્વૉડ કમાન્ડર હોવાનું જાણવા મળ્યું. આ પહેલાં બીબીસીએ 53 એવા માણસોને પત્રકારો ગણાવ્યા હતા જેઓ વાસ્તવમાં હમાસ સહિતનાં આતંકવાદી સંગઠનો માટે કામ કરતા હતા. 🔗gujarati.opindia.com/news-up… #Media
6
9
219
ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસે રોહિંગ્યાઓ વિરુદ્ધના સૈન્ય અભિયાનને 'નરસંહાર' ગણાવીને મ્યાનમારને જવાબદાર ઠેરવ્યું, ભારતમાં શરૂ થઈ ગઈ સહાનુભૂતિ માટેની ઝુંબેશ ભારતે રોહિંગ્યાઓ પ્રત્યે નરમ વલણ દાખવવું જોઈએ, માનવતા અને સંવેદનશીલતા બતાવવી જોઈએ, અદાલતોએ ધ્યાન આપવું જોઈએ– આ બધી દલીલો કરીને સરકાર અને ન્યાયતંત્ર બંને પર દબાણ ઊભું કરવાનો પ્રયાસ યુઝઅલ સસપેક્ટોની ગેંગ કરી રહી છે. પ્રશ્ન એ છે કે આવી સંગઠિત સક્રિયતા કાશ્મીરી હિંદુઓ, જેઓ ભારતના જ નાગરિકો છે, તેમની સામે થયેલા અત્યાચાર કે તેમના પુનર્વસનની વાત આવે ત્યારે ક્યાં જાય છે? 🔗gujarati.opindia.com/opinion… #Opinion | #Rohingya | #Myanmar
8
14
343
મેટાની હૈદરાબાદ સ્થિત ઑફિસમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસના ગુંડાઓએ મચાવી ધમાલ, તોડફોડ કરી અમુક નેતાઓનાં અકાઉન્ટ પર ભાજપના ઈશારે નિયંત્રણો લાદવામાં આવ્યાં હોવાનું કહીને પ્રદર્શનના નામે ઉત્પાત મચાવ્યો. ત્યારબાદ પોલીસે અટકાયત કરી. 🔗gujarati.opindia.com/news-up… #Hyderabad #Congress
2
8
271
ગિરનારની પરિક્રમા માત્ર શ્રદ્ધાની યાત્રા નથી, એ માણસ અને જંગલ વચ્ચેના હજારો વર્ષ જૂના સહઅસ્તિત્વની જીવંત વાતો છે. લાખો પગલાંનો ધમધમાટ, ‘જય ગિરનારી’ના નાદ અને સદાવ્રતની વચ્ચે પણ ગિરનારનું ઘેઘૂર વન પોતાની રીતે ધબકતું રહે છે. એક તરફ શ્રદ્ધાળુઓની વણઝાર તો બીજી તરફ સિંહ, દીપડા, હરણ અને અસંખ્ય જીવોની પોતાની વાટ. માણસ અહીં થોડા દિવસનો મહેમાન છે, જંગલ તો સદીઓથી અહીં છે. માણસ પોતાની કેડી પર ચાલે અને વન્યજીવોને પોતાની દુનિયામાં જીવવા દે, આ મર્યાદા જ ગિરનારના સહઅસ્તિત્વની સૌથી મોટી શક્તિ છે. વિગતો: gujarati.opindia.com/explain…
91
માત્ર એક ટીઝર રિલીઝ થયું… અને પછીના 24 કલાકમાં: • PDEUની વેબસાઇટ 24 કલાક માટે બંધ કરી દેવામાં આવી • DGના ચર્ચમાં પ્રીચિંગના વિડીયો Private કરાયા • OpIndia Gujaratiના Instagram પર સ્ટ્રાઇક્સ અને એકાઉન્ટ ગાયબ • PDEUનાં શૈક્ષણિક પેજિસની લગભગ એકસરખી કોમેન્ટ્સ આખરે આટલો ગભરાટ કેમ? @journolinc પૂછે છે શું આ માત્ર સંયોગ હતો? કે પછી કવર-અપ? #PDEUFiles #OpIndiaGujarati
1
31
74
1,175
ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંઘ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં નિખિલ ગુપ્તાને અમેરિકામાં 19 વર્ષની સજા 20 નવેમ્બરે કોર્ટે ચુકાદો આપ્યો, સજા પૂર્ણ થાય ત્યારબાદ ડિપોર્ટ થઈ શકે. અગાઉ અમેરિકન વકીલોએ 24 વર્ષની સજાની માંગણી કરી હતી. 🔗gujarati.opindia.com/news-up… #US
1
2
156
બોલિવૂડના ‘સાપ-સપેરા’થી ‘વસુધૈવ કુટુંબકમ્’ સુધી: મોદીકાળમાં ભારતની સનાતન સભ્યતા કઈ રીતે બની ‘સોફ્ટ પાવર’ એક સમયે દુનિયા ભારતને સાપ-સપેરા, ગરીબી અને અંધશ્રદ્ધાની છબીથી ઓળખતી હતી, પરંતુ મોદીકાળમાં ભારતે પોતાની હજારો વર્ષ જૂની સનાતન સભ્યતાને જ વૈશ્વિક પ્રભાવનું સાધન બનાવી દીધી. યોગ, બુદ્ધ, નાલંદા અને ‘વસુધૈવ કુટુંબકમ્’થી લઈને SCOના પ્રથમ ‘સિવિલાઇઝેશનલ ડાયલોગ’ સુધી, ભારતે પોતાના સભ્યતાગત વારસાને કઈ રીતે વૈશ્વિક સંવાદ અને પ્રભાવના સાધન તરીકે આગળ ધપાવ્યો? 🔗gujarati.opindia.com/explain…
4
14
337
તમિલનાડુના થિરુપરનકુંદ્રમ પહાડ પર દીપ પ્રગટાવવા માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી વચગાળાનો આદેશ આપીને 24 નવેમ્બરે એક વખત દીપ પ્રગટાવવા માટે સર્વોચ્ચ ન્યાયાલયે લીલી ઝંડી આપી, પણ સામાન્ય લોકોને પ્રવેશ નહીં મળે કે બીજો કોઈ જાહેર કાર્યક્રમ નહીં થઈ શકે. 🔗gujarati.opindia.com/news-up… #TamilNadu #SupremeCourt
1
6
172
'મેં રાજીનામું આપી દીધું છે, મહાભિયોગની કાર્યવાહી ન થઈ શકે': રોકડ રકમ મામલેના વિવાદમાં પૂર્વ જજ વર્માએ લોકસભાને નવો પત્ર લખ્યો માર્ચ 2025માં સરકારી બંગલેથી રોકડા રૂપિયા મળી આવ્યા હતા, જે મામલે સુપ્રીમ કોર્ટની ઇન્ટર્નલ કમિટી અને લોકસભાની સમિતિ બંનેએ જજને દોષી ઠેરવ્યા છે. જોકે ન્યાયાધીશે સતત આરોપો નકારીને એપ્રિલ 2026માં રાજીનામું ધરી દીધું હતું. 🔗gujarati.opindia.com/news-up… #YashwantVarma #Judiciary
5
1
21
816
વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક સંજ્ઞાઓ અને શબ્દો, ગુજરાત સરકારે નિયમો બદલ્યા તમામ ખાનગી વાહનો માટે પણ નિયમો લાગુ પડશે. 🔗gujarati.opindia.com/news-up… #Gujarat
7
5
1
14
520
ગિરનારની પરિક્રમા માત્ર 36 કિમીનો રસ્તો નથી, એ લાખો પગલાંથી લખાતી અસંખ્ય શ્રદ્ધાની વાતો છે. ભવનાથથી ઝીણાબાવાની મઢી, માળવેલા અને બોરદેવી સુધીનો રસ્તો એક છે, પણ દરેક યાત્રાળુની યાત્રા અલગ છે. કોઈ માનતા લઈને ચાલે છે, કોઈ આભાર માનવા, કોઈ પોતાના મનને શાંત કરવા. જંગલની કેડી, થાકેલા પગ, સદાવ્રતનું ભોજન અને અજાણ્યા માણસનો સહારો આ યાત્રાને માત્ર પરિક્રમા રહેવા દેતાં નથી. ગિરનાર અચળ છે, માણસ ગતિમાન છે. 36 કિમી પછી યાત્રાળુ ફરી ભવનાથ પહોંચે છે, પરંતુ જે માણસ નીકળ્યો હતો એ જ માણસ પાછો ફરતો નથી. વિગતો: gujarati.opindia.com/indolog…
1
9
263
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આસામ 'પાર્ટનર સ્ટેટ' તરીકે જોડાશે, સીએમ હિમંતાને નિમંત્રણ અપાયું 🔗gujarati.opindia.com/news-up… #Gujarat #VibrantGujarat #Assam
2
5
130
તથાકથિત ક્રાંતિ રિજિમ ચેન્જ કરે છે, કાયમી રાજકીય-સામાજિક સ્થિરતા લાવતી નથી બાંગ્લાદેશ તેનું ઉદાહરણ છે. 2024ના સત્તાપલટા પછી આજે પણ ત્યાં હિંસા અને અરાજકતાનો માહોલ યથાવત છે. શેખ હસીનાની વાપસી પહેલાં હિંસા થઈ, થોડા સમય પહેલાં એક આંદોલન થયું હતું. બાંગ્લાદેશમાં ક્રાંતિની વાતો કરીને શાસનવ્યવસ્થા તો બદલી દેવાઈ, પરંતુ પરિસ્થિતિ ખાસ બદલાઈ નથી અને હવે અવ્યવસ્થા કાયમી સ્થિતિ બની ગઈ છે. બાંગ્લાદેશની સ્થિતિ પરથી શું શીખી લેવા જેવું છે– વાંચો. 🔗gujarati.opindia.com/opinion… #Bangladesh
5
14
309
તાનસેનને રાગ મલ્હારથી બચાવ્યા, પરંતુ અકબરની સત્તા સામે ન ઝૂક્યાં: વડનગરનાં તાના-રીરીની એ અમર ગાથા… તાનસેનના શરીરમાં રાગ દીપકની અગ્નિથી અસહ્ય દાહ થયો ત્યારે ગુજરાતની ધરતી પર વસ્તી તાના અને રીરી નામની બે બહેનોએ રાગ મલ્હારના સૂર છેડી તેમને નવજીવન આપ્યું. પરંતુ જ્યારે એ જ બહેનોને અકબરના દરબારમાં ગાવા માટે બોલાવવામાં આવ્યાં ત્યારે તેમણે પોતાની પરંપરા અને સ્વાભિમાન સાથે કોઈ સમાધાન સ્વીકાર્યું નહીં. સત્તા સામે ઝૂકવાને બદલે તાના-રીરીએ જીવનનો અંત પસંદ કર્યો. 2003થી ઉજવાતો તાના-રીરી મહોત્સવ તેમની સંગીતસાધના અને બલિદાનની એ જ સ્મૃતિને પેઢી દર પેઢી આગળ લઈ જઈ રહ્યો છે. વિગતો: gujarati.opindia.com/indolog…
4
16
278
જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકીઓ વિરુદ્ધ ATS કાર્યવાહીથી ચર્ચામાં આવેલું ભાગળ ગામ… હવે દિવાળીના દિવસે દલિત હિંદુ યુવાનો પર મુસ્લિમો દ્વારા હુમલાથી સમાચારમાં છે. પીડિતોની આપવીતી શું છે? એટ્રોસિટી કેસમાં શું થયું? અને સ્થાનિક કોંગ્રેસ MLA જિજ્ઞેશ મેવાણી અંગે પીડિતો શું સવાલ કરી રહ્યા છે? @journolinc નો EXCLUSIVE GROUND REPORT. #OpIndiaGujarati #Bhagal #Vadgam
1
58
141
8,935
લગ્નની લાલચ આપીને સગીર બાળકી સાથે દુષ્કર્મ, ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા સાહિલ ઇલિયાસની ધરપકડ: અંજારની ઘટના અંજારમાં ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરા સાથે સંપર્કમાં આવેલા સાહિલ ઇલિયાસ કુંભાર પર લગ્નની લાલચ આપીને તેની સાથે વારંવાર દુષ્કર્મ કરવાનો આરોપ છે. ફરિયાદ બાદ અંજાર પોલીસે કાર્યવાહી કરીને ભુજના 22 વર્ષીય સાહિલ ઇલિયાસ કુંભારની ધરપકડ કરી છે. સગીરાને પોલીસે પરિવારને સોંપી છે. વિગતો: gujarati.opindia.com/news-up…
3
10
441
ONGCના કૂવામાંથી 8,000 લિટર ક્રૂડ ઓઇલની ચોરી, ગુજરાત ATSએ કોન્ટ્રાક્ટર નસીરુદ્દીન-ગફ્ફાર સહિત 6ને પકડ્યા ખેડાના સારસા ખાતે ONGCના ઓઇલ વેલ નં. 26માંથી ‘ફાઇટર પંપ’ દ્વારા ક્રૂડ ઓઇલ કાઢીને અમદાવાદ લાવવામાં આવતું હતું. વટવા GIDCમાં દરોડા દરમિયાન 8,000 લિટર ક્રૂડ ઓઇલ, ONGCનું ટેન્કર અને આઈસર ટ્રક જપ્ત કરવામાં આવ્યાં. આરોપીઓ ક્રૂડ ઓઇલને બીજા વાહનમાં ટ્રાન્સફર કરીને વેચવાની તૈયારીમાં હતા. ATSએ નસીરુદ્દીન ઉર્ફે વિકી મલેક, ગફ્ફાર અબ્દુલભાઈ રંગરેજ સહિત 6ને ઝડપી લીધા છે. વિગતો: gujarati.opindia.com/news-up…
16
36
671
પાંચ દાયકા પછી વિશ્વમાં ધાર્મિક-સાંસ્કૃતિક સંતુલન કેટલું બદલાયેલું હશે? હમણાં સૌથી વધુ અનુયાયીઓ ધરાવતો પંથ ખ્રિસ્તી છે, જેનું સ્થાન 2035માં ઇસ્લામ લઈ લેશે. ખ્રિસ્તીઓનું કેન્દ્ર યુરોપ અને અમેરિકા નહીં પણ આફ્રિકા હશે. ભારતમાં હિંદુઓની વસ્તી વધશે પણ કુલ વસ્તીમાં હિસ્સો ઓછો થઈ જશે, બીજી તરફ મુસ્લિમ વસ્તીનો હિસ્સો વધી જશે. 2070 સુધીમાં ભારત સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો બીજો દેશ હશે. બધી જ વિગતો Pew રિસર્ચના સંશોધનમાં બહાર આવી છે. વાંચો રિપોર્ટ શું કહે છે અને તેનાં તારણો શું. 🔗 gujarati.opindia.com/explain…
3
16
451