Member of Parliament (LS), Rajkot, Gujarat.

New Delhi, India
Joined March 2010
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી શ્રી @jitu_vaghani ના અધ્યક્ષસ્થાને તેમજ કેબિનેટ મંત્રી શ્રી @kunvarjibavalia ની ઉપસ્થિતિમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં સહભાગી થયો. #RupalaForRajkot #PMKisanUtsavDiwas #RashtriyaEktaDiwas
1
2
7
1,113
આગામી 'PM કિસાન ઉત્સવ દિવસ' તથા 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ગરિમાપૂર્ણ ઉજવણી સંદર્ભે જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ તેમજ અમલીકરણ સમિતિના સભ્યો સાથે આયોજનની વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
1
1
47
ખેડૂત કલ્યાણ અને રાષ્ટ્રીય એકતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે તંત્રની સજ્જતા સુનિશ્ચિત કરવામાં આવી.
1
30
ભારતીય જનતા પાર્ટી - સૌરાષ્ટ્ર ઝોન રાજકોટ મહાનગર દ્વારા આયોજિત 'લોકતંત્ર બચાવો - અરાજકતા હટાવો' ભવ્ય પદયાત્રા કાર્યક્રમમાં માનનીય પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુગજી તેમજ માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં સહભાગી થયો.
1
7
17
979
દેશની એકતા, અખંડિતતા અને લોકશાહીના પાયાને મજબૂત રાખવા તેમજ અરાજકતા ફેલાવવાના પ્રયાસો સામે આ પદયાત્રાના માધ્યમથી જનજાગૃતિનો મજબૂત સંદેશ પાઠવવામાં આવ્યો.
1
1
4
47
લોકશાહી અને સુશાસનના મૂલ્યોની રક્ષા કાજે સંગઠનના વરિષ્ઠ હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સ્થાનિક અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને પ્રબુદ્ધ નાગરિકો દ્રઢ સંકલ્પ સાથે જોડાયા. #RupalaForRajkot #LoktantraBachao #BJPSaurashtraZone #RajkotMahanagar
1
28
LIVE: રાજકોટ મહાનગર ખાતે 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત આયોજિત પદયાત્રા સ્થળ: બહુમાળી ભવન પાસે, રાજકોટ #SaveDemocracyRemoveAnarchy xitter.cf/i/broadcasts/1wxWjleRb…
2
7
16
572
રાજકોટ ખાતે શ્રી રાજકોટ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘ સંચાલિત નવનિર્મિત 'સહકાર મોલ'ના મંગલ ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા અને સહકારી અગ્રણીઓ સાથે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. "સહકાર થી સમૃદ્ધિ"ના સંકલ્પ સાથે શરૂ થયેલી આ પહેલ ખૂબ સરાહનીય છે.
3
7
21
898
આ મોલ દ્વારા નાફેડ, ગુજકોમાસોલ અને અમૂલના પ્રાકૃતિક ઉત્પાદનો લોકોને વાજબી ભાવે એક જ સ્થળે ઉપલબ્ધ બનશે. ખેડૂત હિતલક્ષી આ ઉત્તમ પ્રકલ્પ બદલ ચેરમેન શ્રી મગનભાઈ ધોણીયા સહિત સમગ્ર ટીમને અભિનંદન!
3
6
66
રાજકોટ ખાતે સર્કિટ હાઉસ પાસે આવેલ વાલ્મિકી બાગ (શારદા બાગ)માં મહર્ષિ વાલ્મિકી જયંતિ નિમિત્તે આયોજિત સમારોહમાં ઉપસ્થિત રહી આદિ કવિ મહર્ષિ વાલ્મિકીજીની પ્રતિમા પર પુષ્પાર્પણ કરી વંદન કર્યા.
1
8
22
873
રામાયણ જેવા અમર મહાગ્રંથના રચયિતા મહર્ષિ વાલ્મિકીજીએ સમગ્ર માનવજાતને સત્ય અને ધર્મનો પાવન સંદેશ આપ્યો છે. સામાજિક સમરસતા અને એકતાને સુદ્રઢ બનાવતા આ રૂડા અવસરે પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ સમગ્ર વાલ્મિકી સમાજ ને હાર્દિક શુભકામનાઓ પાઠવી! #MaharshiValmikiJayanti
3
5
58
રાજકોટ ખાતે 'લોકતંત્ર બચાવો અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત યોજાનાર ભવ્ય પદયાત્રાના આયોજન સંદર્ભે વિવિધ NGO તેમજ સર્વ સમાજના અગ્રણીઓ સાથે વિસ્તૃત બેઠક યોજી.
2
8
20
852
લોકશાહી મૂલ્યોના સંવર્ધન અને જનજાગૃતિ માટે યોજાનારી આ પદયાત્રામાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા અંગે સૌ આગેવાનો સાથે અર્થપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવી. #LoktantraBachao #JanJagruti #Padyatra
3
5
62
રાજકોટ ખાતે ગોંડલ રોડ પર આવેલા શ્રી વિશ્વકર્મા રાસોત્સવ ગ્રાઉન્ડ પર શ્રી રાજગોર બ્રાહ્મણ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય 'શરદોત્સવ ૨૦૨૬' કાર્યક્રમમાં સહભાગી થવાનો રૂડો અવસર પ્રાપ્ત થયો. શરદોત્સવ એ આપણી પ્રાચીન સંસ્કૃતિ, પરંપરા અને સામૂહિક એકતાનું સુંદર પ્રતીક છે.
3
11
26
1,003
રાસ-ગરબાના માધ્યમથી પારિવારિક સ્નેહ અને સામાજિક સૌહાર્દને મજબૂત બનાવતા આવા કાર્યક્રમો સમાજની ધરોહર સમાન છે.આ સુંદર અને સફળ આયોજન બદલ આર.આર. ગ્રુપ તેમજ શ્રી રાજગોર પરિવારના તમામ આયોજક મિત્રો તથા અગ્રણીઓને ખૂબ-ખૂબ અભિનંદન અને શુભકામનાઓ!
3
7
83
ધરતીપુત્રોના હિતને સર્વોપરી રાખી મુશ્કેલ પરિસ્થિતિમાં પડખે ઊભા રહેવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર.
3
10
26
973
અલ્પ વરસાદના કારણે અસરગ્રસ્ત બનેલા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી, પાક નુકસાની પેટે ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹૮,૫૦૦ (મહત્તમ ૨ હેક્ટર સુધી) ની સહાય આપવાનો ખેડૂતલક્ષી અને સંવેદનશીલ નિર્ણય આવકાર્ય છે.
4
5
75
મહેસાણાના નુગર ખાતે ચોરાસી કડવા પાટીદાર સમાજ ચેરીટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય 'લક્ષ્મી વંદના' સન્માન સમારોહમાં ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કર્યું તેમજ સમાજના વડીલો, માતા-પિતા અને વ્હાલસોયી દીકરીઓનું અભિવાદન કર્યું.
3
10
25
932
આ પ્રસંગે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિત સમાજના અગ્રણીઓ અને મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી.દીકરીઓના જન્મદરને વધારવા, 'દીકરા-દીકરી એકસમાન'ની ભાવનાને દ્રઢ કરવા અને સામાજિક સંતુલન જાળવવા કાજે યોજાયેલું આ અભિયાન સમગ્ર સમાજ માટે પથદર્શક છે.
4
6
64