... retweeted
કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના અરજદારોના પ્રશ્નોનાં સમાધાન હેતુથી સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરીને સમયમર્યાદામાં હકારાત્મક અભિગમ સાથે ઝડપી નિકાલ કરવા સૂચનો કર્યા. @CMOGuj @InfoGujarat
🙏🌺 ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૬ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે મહામેળા દરમિયાન વહીવટી તંત્રની કામગીરી, માઈભક્તો માટેની સુવિધાઓ અને તેમના અનુભવો અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા. 🚩
લાખો ભક્તોની આસ્થાને સુગમ બનાવવા થયેલી વ્યવસ્થાઓ અને સેવાકીય કામગીરીની આ રહી એક ખાસ ઝલક. ❤️🙏
#BhadarviPoonam #Ambaji #AmbajiMela #MaaAmba #Gujarat
🙏🚩 અદભુત અને લાગણીસભર ક્ષણ!
બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલે પણ મા અંબાના ચરણોમાં અર્પણ કરી દિવ્ય ધજા! 🌺
ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૬ દરમિયાન કલેક્ટર શ્રીએ એક સામાન્ય માઈભક્તની જેમ જ પૂરી આસ્થા અને અખંડ શ્રદ્ધા સાથે મા અંબાના શિખર પર લહેરાવવા માટે પવિત્ર ધજા અર્પણ કરી. 🚩❤️
પોતાની વહીવટી ફરજની સાથે સાથે મા અંબા પ્રત્યેનો આવો અનન્ય અને ગહન ભક્તિભાવ જોઈને દરેક માઈભક્તનું હૃદય ભાવવિભોર થઈ ઉઠ્યું. કલેક્ટર શ્રીનું આ સમર્પણ દર્શાવે છે કે મા અંબાના દરબારમાં સૌ સમાન છે અને દરેકના દિલમાં મા માટે અપરંપાર શ્રદ્ધા છે. 🙏🌺
મા અંબા કલેક્ટર શ્રી તથા સમગ્ર પ્રશાસન પર પોતાના દિવ્ય આશીર્વાદ સદા વરસાવતા રહે! 🚩
જય અંબે! 🙏
#Ambaji #BhadarviPoonam #CollectorService #DhajaArpan #BhaktiBhav #JaiAmbe
... retweeted
માન. અધિક મુખ્ય સચિવશ્રી(મહેસૂલ) @JayantiRavi દ્વારા આજરોજ જિલ્લાની મુલાકાત લઈ, કલેકટર કચેરી ખાતે જિલ્લાના મહેસૂલી અધિકારીઓ સાથે બેઠક યોજી મહેસૂલી મુદ્દાઓ પરત્વે સમીક્ષા કરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા. @CMOGuj @InfoGujarat
... retweeted
ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૬ અન્વયે કલેક્ટરશ્રી મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રિશૂળિયા ઘાટથી અંબાજી મંદિર સુધી ભવ્ય પદયાત્રા યોજી, ‘જય અંબે’ના જયઘોષ સાથે અધિકારીઓ-કર્મચારીઓએ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. @CMOGuj @InfoGujarat
... retweeted
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમ મહામેળા-૨૦૨૬ના અંતિમ દિવસે રાજ્યના માન. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ માં અંબાના દર્શન કરી વિધિવત ધ્વજારોહણ કર્યું હતું અને સમગ્ર રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. @InfoGujarat @CMOGuj
🥥🙏 સેવામાં સાત્વિકતા, સ્વાદમાં પરંપરા!
અંબાજી–દાંતા હાઇવે પર પાંસાં ખાતે ‘સાત્વિક ઈડલી સેવા કેમ્પ’ દ્વારા ભાદરવી પૂનમના પાવન અવસરે પદયાત્રીઓ માટે વર્ષોથી અવિરત સેવા કરવામાં આવી રહી છે. 🌺
કર્ણાટકના ખાસ નાળિયેરમાંથી તૈયાર થતી સ્વાદિષ્ટ ચટણી અને ગરમાગરમ ઈડલી સાથે ૧.૫ લાખથી વધુ પદયાત્રીઓને નિઃશુલ્ક ભોજન સેવા પૂરી પાડવાનો આ સંકલ્પ ખરેખર અનોખો છે. 🙏
તેલ, ઘી અને તીખાશ વગરનો સાત્વિક પ્રસાદ, કેમ્પ પરિસરમાં સ્વચ્છતા અને કચરાના યોગ્ય સંચાલન સાથે ભક્તોની સેવા આ સમગ્ર આયોજનમાં સેવા, સ્વચ્છતા અને સંવેદનાનો સુંદર સમન્વય જોવા મળે છે. ❤️
વર્ષોથી અનેક લોકોની આ સેવાને સાકાર કરતી શ્રીમતી અદિતિ નાયડુ અને તેમની ટીમનો આ સેવાભાવ ખરેખર પ્રેરણાદાયી છે. 🚩🙏
#Ambaji #BhadarviPoonam #Seva #Pilgrimage #Gujarat
મા, ભાદરવી પૂનમે અમે તારા દ્વારે આવ્યા હતા; હવે વિદાયની આ પળે હૃદયમાં એક જ ભાવ છે આવતી નવરાત્રીમાં ફરી તારા આંગણે ગરબે રમવા પધારીએ. 🙏🏻🌺
પગપાળા યાત્રાની શ્રદ્ધા, દર્શનનો આનંદ અને તારા આશીર્વાદની અમૂલ્ય સ્મૃતિ લઈને સૌ માઈભક્તો તને નોરતામાં ફરી મળવાનો સંકલ્પ કરે છે.
જય અંબે! 🚩
#BhadarviPoonam #Navratri #MaaAmbe #AmbajiTemple #JayAmbe
🙏🚩 ગબ્બર ખાતે CCTV મોનિટરિંગ અને મેનેજમેન્ટ ટીમ દ્વારા સતત સંકલન… 🌺
માઈભક્તોની સુરક્ષા અને સુગમ દર્શનને ધ્યાનમાં રાખીને ગબ્બર ખાતે CCTV દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 📹🙏
સાથે જ, મેનેજમેન્ટ ટીમ દ્વારા વિવિધ વ્યવસ્થાઓનું સતત સંકલન અને દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી યાત્રાળુઓને સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે દર્શનનો લાભ મળી રહે. 🚩✨
સુરક્ષા સાથે સુગમ દર્શન માઈભક્તોની સેવા માટે સતત સતર્કતા! 🙏🌺
જય અંબે! 🚩
#BhadarviPoonam #Mahamela2026 #Gabbar #PilgrimSafety #JaiAmbe
અંબાજી મંદિરનું તેજસ્વી સુવર્ણ શિખર દૂરથી જ માઈભક્તોના હૃદયમાં આનંદ, શ્રદ્ધા અને દર્શનની આતુરતા જગાવે છે. 🙏🏻
શિખર પર લહેરાતી ધજાના દર્શન થતાં જ દરેક ભક્તના મુખેથી સહજ રીતે ગુંજી ઊઠે છે “જય અંબે!” 🚩
મા અંબાના આશીર્વાદ સૌ માઈભક્તો પર સદાય વરસતા રહે.
#Ambaji #MaaAmbe #AmbajiTemple #DivineDarshan #JayAmbe
🙏 ભાદરવી પૂનમ મહામેળામાં આસ્થા અને ભક્તિનો અદભુત માહોલ જોવા મળ્યો. મા અંબાના દર્શન માટે મહામેળાના પાંચમા દિવસે ૭ લાખથી વધુ માઈભક્તો પધાર્યા હતા, જ્યારે પાંચ દિવસ દરમિયાન કુલ ૩૪ લાખથી વધુ ભક્તોએ અંબાજી ધામે પધારી મા અંબાના દર્શનનો લાભ લીધો. 🌺
માઈભક્તોને દર્શન સાથે જરૂરી તમામ સુવિધાઓ મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સતત વ્યવસ્થાઓ કરવામાં આવી. આ ઉપરાંત ચાચર ચોક ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને “24 Hours Inside The Temple, Ambaji” ડોક્યુમેન્ટરી પણ ભક્તો સમક્ષ રજૂ કરવામાં આવી. 🙏✨
#Ambaji #BhadarviPoonam #MaaAmba #AmbajiMela #AmbajiTemple
🙏 મા અંબાના પાવન દર્શન માટે પધારો અંબાજી ધામ
મા અંબાના પાવન દર્શન કરવા માઈભક્તો અંબાજી ધામ પધારી રહ્યા છે. મા અંબાના ચરણોમાં શીશ નમાવી ભક્તિ અને શ્રદ્ધાનો દિવ્ય અનુભવ માણો.
ભાદરવી પૂનમ મહામેળામાં આપનું હાર્દિક સ્વાગત છે. 🙏🌺
જય અંબે!
#ambaji #maaamba #bhadravipoonam #maibhakt #jaiambe
🙏 સફાઈ કર્મચારીનો હૃદયસ્પર્શી અનુભવ
“સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું એ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે.”
અંબાજી ધામને સ્વચ્છ રાખવા દિવસ-રાત નિઃસ્વાર્થ સેવા આપતા સફાઈ કર્મચારીઓ માટે આ સન્માન માત્ર અભિવાદન નથી, પરંતુ તેમની મહેનત અને સેવાભાવની સાચી કદર છે. 🙏🌺
સ્વચ્છતાના આ કર્મયોગીઓને શત શત વંદન!
#ambaji #swachhambaji #safaiworkers #seva #jaiambe
🙏 માઈભક્તોની સુવિધા માટે 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ
ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન માઈભક્તોને સાચી માહિતી, માર્ગદર્શન અને ઇમરજન્સીમાં ત્વરિત મદદ મળી રહે તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
24 કલાક કાર્યરત મુખ્ય કંટ્રોલ રૂમ અને જાહેરાત કેન્દ્રો દ્વારા મેળાની વ્યવસ્થાઓનું મોનિટરિંગ તેમજ જરૂરી સૂચનાઓ અને ખોવાયેલા-મળેલા વ્યક્તિઓ કે સામાન અંગે સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે.
કોઈપણ અગવડ કે ઇમરજન્સીની સ્થિતિમાં કંટ્રોલ રૂમ દ્વારા સંબંધિત વિભાગની ટીમને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવે છે.
માહિતી અથવા મદદ માટે નજીકના જાહેરાત કેન્દ્ર અથવા મુખ્ય કંટ્રોલ રૂમનો સંપર્ક કરો. 🙏
#ambaji #bhadravipoonam #maibhakt #controlroom #jaiambe
🙏🌺 અનંત બ્રહ્માંડને પોતાના ઓઢણાના છેડામાં સમાવી રાખનારી મા ભગવતીને શીશ નમાવવા ઉમટી રહ્યા છે માઈભક્તો… 🚩
મા અંબા પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને ભક્તિ સાથે માઈભક્તો તેમના પાવન ચરણોમાં શીશ નમાવી રહ્યા છે. 🙏❤️
હૃદયમાં આસ્થા, આંખોમાં દર્શનની આતુરતા અને હોઠ પર મા અંબાનું નામ… ભક્તિથી ભરાયેલા આ દિવ્ય દૃશ્યો સમગ્ર અંબાજી ધામને ભક્તિમય બનાવી રહ્યા છે. 🌺🚩
મા ભગવતીના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. 🙏
જય અંબે! 🚩🌺
#BhadarviPoonam #Mahamela2026 #MaaBhagwati #Ambaji #JaiAmbe
🙏 મા અંબાના દર્શન માટે અંબાજી પધારો
માઈભક્તો માટે અંબાજી ધામમાં પાણી, ભોજન અને સ્વચ્છતા સહિતની તમામ સુવિધાઓ ખૂબ સારી રીતે કરવામાં આવી છે.
મા અંબાના પાવન દર્શન માટે તમામ માઈભક્તોને અંબાજી પધારવા હાર્દિક આમંત્રણ.
આવો, મા અંબાના દર્શનનો દિવ્ય લહાવો માણો! 🙏🌺
જય અંબે!
#ambaji #maaamba #maibhakt #ambajidham #jaiambe
🙏 શ્રી હરિની કે. આર., IAS અધિકારીનો અંબાજી અનુભવ
શ્રી હરિની કે. આર., IAS અધિકારીએ અંબાજી ધામની મુલાકાત દરમિયાન મા અંબાના પાવન દર્શન કર્યા અને ભવ્ય ડ્રોન શોનો આનંદ માણ્યો.
ડ્રોન શોની અદભુત રજૂઆતથી તેઓ ખૂબ જ આનંદિત થયા અને અંબાજી ધામમાં ભક્તિ તથા ટેક્નોલોજીના અનોખા સંગમનો અનુભવ કર્યો. ✨🚁
જય અંબે!
#ambaji #maaamba #droneshow #bhadravipoonam #jaiambe
🙏 બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સાહેબનો અંબાજી મહામેળાનો અનુભવ
ભાદરવી પૂનમ મહામેળાના ચોથા દિવસે અંબાજી ધામમાં લાખો માઈભક્તો મા અંબાના દર્શન માટે પધારી રહ્યા છે.
કલેક્ટર સાહેબે અંબાજીની સ્વચ્છતા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપતા સફાઈ યોદ્ધાઓની કામગીરીની પ્રશંસા કરી તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેલા સુવ્યવસ્થિત સંચાલનની સરાહના કરી.
ચાચર ચોક ખાતે સફાઈ કર્મચારીઓનું સન્માન કરી તેમના નિષ્ઠાપૂર્વકના સેવાભાવને બિરદાવવામાં આવ્યો. અંબાજીને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા માટે દિવસ-રાત કાર્યરત તમામ કર્મયોગીઓને સત્ સત્ વંદન. 🙏
જય અંબે!
#ambaji #bhadravipoonam #maibhakt #cleanliness #jaiambe
🙏 અંબાજી ધામમાં માઈભક્તોનો અવિરત પ્રવાહ
મા અંબાના પાવન દર્શન માટે અંબાજી મંદિરે લાખોની સંખ્યામાં માઈભક્તો પધારી રહ્યા છે.
ભક્તિ, શ્રદ્ધા અને જય અંબેના જયઘોષથી અંબાજી ધામ ભક્તિમય બની રહ્યું છે. મા અંબાના ચરણોમાં શીશ નમાવી સૌ ભક્તો આશીર્વાદ મેળવી રહ્યા છે. 🙏🌺
જય અંબે!
#ambaji #maaamba #maibhakt #darshan #jaiambe
... retweeted
🚩ભાદરવી પૂનમ મહામેળો - ૨૦૨૬
કલેકટરશ્રી મિહિર પટેલે મા અંબાના દર્શનાર્થે પગપાળા અંબાજી જતાં માઈભક્તોની સેવા અર્થે આયોજિત વિવિધ સેવા કેમ્પની મુલાકાત લઈ તેઓની આ સરાહનીય કામગીરીની પ્રશંસા કરી, સ્વચ્છતા સંદર્ભે આવશ્યક સૂચનો કર્યા. @CMOGuj @InfoGujarat

























