એન્ટીબાયોટિક દવાઓનો બેફામ ઉપયોગ બની શકે છે ભાવિ પેઢી માટે જોખમી: ધારપુર મેડિકલ કોલેજ-હોસ્પિટલ ખાતે જાગૃતિ સપ્તાહનો પ્રારંભ
ડોક્ટરની સલાહ વિના એન્ટીબાયોટિક દવાઓ લેવાનું ટાળવા અને જરૂરિયાત મુજબ જ દવાઓનો ઉપયોગ કરવા તબીબોની અપીલ
@CMOGuj @InfoGujarat @CollectorPatan @DDO_PATAN
💊 એન્ટિબાયોટિકનો યોગ્ય ઉપયોગ કરો, AMR સામે જાગૃતિ ફેલાવો!
પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ જાગૃતિ સપ્તાહનો પ્રારંભ કરાયો.
જાગૃત બનો, સ્વસ્થ રહો અને આવનારી પેઢીનું આરોગ્ય સુરક્ષિત બનાવો.
#WorldAMRWeek #AMRAwareness #Patan #HealthAwareness #Gujarat
@InfoGujarat
પાટણ સાયન્સ સેન્ટર ખાતે ૨૪ નવેમ્બરથી પાંચ દિવસીય નિઃશુલ્ક ‘ડ્રોન મેકિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ’ યોજાશે
યુવાનોને ડ્રોન ટેકનોલોજીનું સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક તાલીમ અને જાતે ડ્રોન બનાવવાનો અનુભવ મેળવવાની મળશે તક
@CMOGuj @InfoGujarat @CollectorPatan @DDO_PATAN
55
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ જાગૃતિ સપ્તાહનો પ્રારંભ કરાયો
“એન્ટિબાયોટિક દવાઓનો બિનજરૂરી ઉપયોગ આરોગ્ય માટે ગંભીર પડકાર, ડૉક્ટરની સલાહ વિના દવાઓ લેવાનું ટાળો” – જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિકભાઈ પટેલની નાગરિકોને અપીલ
@CMOGuj
ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ...
‘અનંત અનાદિ વડનગર: આર્કિયોલોજિકલ એક્સપિરિએન્શિયલ મ્યુઝિયમ’એ જર્મનીના બર્લિન ખાતે જીત્યો પ્રતિષ્ઠિત ‘રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026’...
#VadnagarWinsRedDot
45
Info Patan GoG retweeted
આદિજાતિ ખેડ઼ૂતોને હવે રવિ પાક માટે પણ કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો લાભ મળશે…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યમાં આદિજાતિ ખેડૂતોના વિકાસ માટે વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય; રાજ્યની કૃષિ વૈવિધ્યકરણ યોજના અતંર્ગત આદિજાતિ ખેડૂતોને ખરીફ ઋતુમાં જેમ બિયારણ અને ખાતરની સહાય આપવામાં આવે છે એ જ રીતે ચાલુ વર્ષથી આ સહાય રવિ પાક માટે પણ આપવામાં આવશે; ચાલુ વર્ષે 48190 આદિજાતિ ખેડૂતોને બિયારણ, ખાતરની કિટનું વિતરણ કરવામાં આવશે...
વર્ષ 2022-23થી કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ખરીફ ઋતુ હેઠળ આદિજાતિ ખેડૂતોને મગફળી, સોયાબીન, જુવાર, ડાંગર, રીંગણ, અડદ, તુવેર, રાગી (નાગલી), ભીંડા અને બાજરી સહિતના પાકોમાંથી કોઈ એક પાકના બિયારણની સહાય આપવામાં આવે છે. પસંદ કરેલા પાક મુજબ એક એકર જમીનમાં વાવેતર માટે જરૂરી બિયારણ તથા ખાતરનો જથ્થો આપવામાં આવે છે...
#GujaratInformation
Info Patan GoG retweeted
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અમરેલી જિલ્લાની મુલાકાતે; રાજ્યપાલશ્રીએ રાજુલા તાલુકાના સમૂહખેતી ગામે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાત્રિ સભા પૂર્વે ગામના સામાન્ય પરિવારના જીવાભાઈ ધાખડાના ઘરે પધારી પરિવારનું ભોજન આતિથ્ય માણ્યું હતું...
માન. રાજ્યપાલશ્રીએ ધાખડા પરિવારના સભ્યો સાથે આત્મીયતાથી સંવાદ કરી પરિવારજનોના ખબર-અંતર પૂછ્યા હતા અને ત્યારબાદ પરિવાર સાથે બેસીને સાદું અને સાત્વિક ભોજન લીધું હતું...
#GujaratInformation #Rajula #Amreli @ADevvrat @Infoamreligog
Info Patan GoG retweeted
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અમરેલીના રાજુલા તાલુકાના સમૂહખેતી (ઘુડીયા આગરીયા) ગામની મુલાકાતે; આ તકે ગોવિંદસાગર તળાવનું વિધિવત્ ભૂમિપૂજન કર્યું અને જળ સંરક્ષણના ઉમદા કાર્યો માટેનું પ્રોત્સાહન પૂરું પાડ્યું...
રાજુલા તાલુકાના સમૂહખેતી (ઘુડીયા આગરીયા) અને કોટડીપરા ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રીએ સમૂહખેતી મુકામે "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પ્રસરાવ્યો...
દરેક નાગરિકે જીવનમાં એક-એક વૃક્ષનું વાવેતર કરીને તેનો સતત ત્રણ વર્ષ સુધી કાળજીપૂર્વક ઉછેર કરવો જોઈએ : માન. રાજ્યપાલશ્રી
#GujaratInformation #EkPedMaaKeNaam #Rajula #Amreli @ADevvrat @Infoamreligog
Info Patan GoG retweeted
‘વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ’ થકી રાજ્યના 51 હજારથી વધુ તાલીમબદ્ધ આદિજાતિ યુવાનોને મળી રોજગારી...
➡️ અનુસૂચિત જનજાતિના 18 થી 35 વર્ષના યુવક-યુવતીઓને ગુણવત્તાસભર વ્યવસાયલક્ષી તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાના હેતુથી વર્ષ 2008થી PPP મોડેલ હેઠળ ‘વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર’ કાર્યક્રમ અમલી; છોટાઉદેપુર, વલસાડ, દાહોદ, ભરૂચ, નવસારી સહિતના આદિજાતિ વિસ્તારોમાં 9 મુખ્ય વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ કાર્યરત
➡️ રાજ્યમાં કૌશલ્ય વિકાસ અભિયાનને વધુ વેગ આપતા ગાંધીનગરના 'નોલેજ કોરિડોર' ખાતે 'ઈન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ' (iACE) આદિજાતિ યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે; iACE ખાતે 800 જેટલાં આદિજાતિ યુવાનોએ મેળવી તાલીમ
➡️ iACEની વિશેષતા એ છે કે, અહીં આદિજાતિ તાલીમાર્થીઓને તાલીમની સાથે રહેવા - જમવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે; અહીં યુવાનોને ઉચ્ચ કક્ષાની તાલીમ મેળવી પોતાની કારકિર્દી ઘડવાની ઉત્તમ તક મળી રહી છે : ‘વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર’ યોજનાના લાભાર્થી
#vocationaltrainingcentres #InternationalAutomobileCentreofExcellence #iACE
Info Patan GoG retweeted
આરોગ્ય અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન ‘ઓપરેશન હેલ્થ’નો પ્રારંભ; રાજ્યભરમાં વેચાતા 'આઈસ્ક્રીમ' અને 'ફ્રોઝન ડેઝર્ટ' વચ્ચેના તફાવત અંગે ગ્રાહકોમાં વ્યાપક જનજાગૃતિ લાવવાનો ઉદ્દેશ...
'આઈસ્ક્રીમ' અને 'ફ્રોઝન ડેઝર્ટ' વચ્ચેનો તફાવત જાણી, લેબલ વાંચીને ખરીદી કરવા અનુરોધ...
#GujaratInformation @prafulpbjp @HealthDeptGuj
Info Patan GoG retweeted
માન. લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા ગુજરાતની મુલાકાતે...
આ પ્રવાસના પ્રારંભ પૂર્વે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી; ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા...
આ મુલાકાત દરમિયાન તેઓ વડનગર ખાતે હાટકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરશે તેમજ પ્રેરણા સ્કૂલ, આર્કિયોલોજિકલ મ્યુઝિયમ સહિતના અન્ય સ્થળોની મુલાકાત લેશે...
#GujaratInformation @ombirlakota
Info Patan GoG retweeted
પોલીસ દળો અને અર્ધલશ્કરી દળોમાં ખેલદિલી, શારીરિક સક્ષમતા અને પરસ્પર ભાઈચારો વધારવાનો ઉદ્દેશ્ય....
અમદાવાદ ખાતે 'તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર-2026'નું ભવ્ય આયોજન; 19 નવેમ્બરે વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે રાજ્ય પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં ઉદ્ઘાટન સમારોહ યોજાશે...
દેશભરના 38 રાજ્યો અને પોલીસ યુનિટ્સના કુલ 1152 અધિકારીઓ અને જવાનો બેડમિન્ટન અને ટેબલ ટેનિસનું કૌશલ્ય દર્શાવશે; 890 પુરુષ અને 272 મહિલા ખેલાડીઓ સહિત 463 ગેઝેટેડ અને 699 નોન-ગેઝેટેડ અધિકારીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે...
@infoahdgog
Info Patan GoG retweeted
અમદાવાદ ખાતે 'તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર-2026'નું ભવ્ય આયોજન...
હોદ્દાના ભેદભાવ વિના રમતના મેદાનમાં 463 ગેઝેટેડ ઓફિસર્સ અને 699 નોન-ગેઝેટેડ ઓફિસર્સ ખભે-ખભો મિલાવીને રમતગમતની પ્રતિભાનું પ્રદર્શન કરશે...
વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે તા.19 થી 24 નવેમ્બર દરમિયાન યોજાનાર આ ટુર્નામેન્ટ માત્ર રમતગમતની હરીફાઈ પૂરતી સીમિત નથી, પરંતુ ફરજની વ્યસ્તતા વચ્ચે પોલીસ કર્મચારીઓમાં માનસિક અને શારીરિક તંદુરસ્તી જાળવી રાખવા માટેનું એક ઉત્તમ માધ્યમ છે : શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક, DGP (ગુજરાત)
@GujaratPolice @dgpgujarat
Info Patan GoG retweeted
આજનો શબ્દ
#wordoftheday #GujaratiWord
Info Patan GoG retweeted
સંગીત જગતના લોકપ્રિય કલાકાર દિલજીત દોસાંઝ ગુજરાતની મુલાકાતે...
દિલજીત દોસાંઝે ગીરની મુલાકાત લઈ એશિયાટિક સિંહની સફારીનો આનંદ માણ્યો; ગીરના જંગલમાં ભવ્ય એશિયાટિક સિંહ તેમજ ગુજરાતની સમૃદ્ધ કુદરતી અને વન્યજીવનની વિરાસતથી અભિભૂત થયા...
#GirJungleSafari #DiljitDosanjh @diljitdosanjh
Info Patan GoG retweeted
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો નવતર જનસંપર્ક અભિગમ; તા. 18 થી 20 નવેમ્બર, ત્રણ દિવસ સુધી આદિજાતિ વિસ્તાર ગરબાડાના અંતરિયાળ ગામડાઓની મુલાકાતે...
➡️ ગરબાડામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિથી મુખ્યમંત્રીશ્રી ત્રિદિવસીય પ્રવાસનો પ્રારંભ કરશે
➡️ મુખ્યમંત્રીશ્રી આદિજાતિ ગ્રામજનો સાથે પ્રત્યક્ષ સંવાદ – આદિવાસી પરિવારોના ઘરે ભોજન અને રાત્રિ રોકાણ કરશે
➡️ મુખ્યમંત્રીશ્રીના રાત્રિ રોકાણના સ્થળોએ પરંપરાગત આદિવાસી ભજન મંડળીઓના ભજન કિર્તન યોજાશે; આદિવાસીઓના યાત્રાધામ બાબા ધોડાજા દેવમંદિરના મુખ્યમંત્રીશ્રી દર્શન કરશે
➡️ મુખ્યમંત્રીશ્રી તેમના ત્રિદિવસીય પ્રવાસના અંતિમ ચરણમાં સ્માર્ટ સિટી દાહોદની સરકારી લાયબ્રેરી-વાંચનાલયની મુલાકાત લઈને બાળકો-યુવાઓ સાથે સંવાદ કરશે
@CMOGuj @Bhupendrapbjp @infodahodgog
Info Patan GoG retweeted
વર્ષ 2027ની બેંકોની જાહેર રજાઓની યાદીમાં સુધારા બાબત...
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા ગત તા. 04/11/2026ના રોજ બહાર પાડવામાં આવેલા વર્ષ 2027ની બેંકોની જાહેર રજાઓના જાહેરનામામાં "ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી"ની તારીખ અંગે શરતચૂકથી થયેલી ભૂલ સુધારતું નવું જાહેરનામું તા. 16/11/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે...
સુધારેલી વિગતો નીચે મુજબ છે:
• રજાનું નામ: ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી
• તારીખ અને વાર: બુધવાર, 14 એપ્રિલ, 2027
• પંચાંગ વિગત: વિક્રમ સંવત 2083 (ચૈત્ર સુદ-8) | શક સંવત 1949 (24 ચૈત્ર)
Info Patan GoG retweeted
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ શામળાજી મંદિરને પ્રાપ્ત થઈ વૈશ્વિક સિદ્ધિ...
🔹 'વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ' (World Record of Excellence)માં શામળાજી મંદિરનું નામ નોંધાયું; અરવલ્લી જિલ્લાની ઐતિહાસિક વિરાસતને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ
🔹 મંદિરની ઐતિહાસિક વિશેષતા, સ્થાપત્યની ભવ્યતા તેમજ વિશિષ્ટ ઓળખને ધ્યાને રાખીને જ્યુરી ટીમ દ્વારા સંપૂર્ણ ચકાસણી અને વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી
🔹 આગામી જાન્યુઆરીમાં નવી દિલ્હી ખાતે ભારત મંડપમમાં આયોજિત થનારા ભવ્ય સમારોહમાં મંદિરને પ્રમાણપત્ર એનાયત કરાશે
🔹 અંદાજે 1500 વર્ષ પ્રાચીન શામળાજી મંદિરની ભવ્યતા, ઐતિહાસિક મહત્તા અને ધાર્મિક માન્યતાને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળી
#ShamlajiTemple #WorldRecordofExcellence #Aravallidistrict




















